
લોકો કહી રહ્યા છે કે, તેમને શરમ આવવી જોઈએ કારણ કે, ભારત-પાકિસ્તાનના તણાવ વિશે એક શબ્દ પણ કહ્યો નથી. એક વ્યક્તિ કહે છે કે, હું મુસ્લમાન છું બોલિવુડની જેમ ગદ્દાર નહી.તો કેટલાક લોકો કહી રહ્યા છે કે, હિરોમાંથી ઝીરો બનવાનો સમય આવ્યો છે.

હાલમાં સોશિયલ મીડિયા પર આમિર ખાનના જૂના વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેમાં આમિર ખાન તુર્કીયેની પ્રથમ મહિલા તુર્કીયની રાષ્ટ્રપતિ રજત તૈયબ અર્દોગનની પત્ની ઈમાઈન અર્દોગનને મળ્યો હતો.

ભારત-પાકિસ્તાનના તણાવમાં તુર્કીયે પાકિસ્તાને સપોર્ટ કરી મદદ પણ કરી છે. જેના માટે તુર્કીયની વસ્તુઓ પણ ભારતમાં બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે.

આ અભિનેતાઓ પાકિસ્તાન સાથેના તણાવ અને ભારતીય સૈનિકોના ઓપરેશન સિંદૂર વિશે સોશિયલ મીડિયા પર એક પણ શબ્દ કેમ પોસ્ટ ન કર્યો? તેમણે પોતાના શબ્દોથી સરહદ પર એકઠા થયેલા બહાદુર સૈનિકોને કેમ પ્રોત્સાહન ન આપ્યું? તેમના ચાહકો આ પ્રશ્નો પૂછી રહ્યા છે.