
બોલિવુડ સ્ટાર અજય દેવગન પણ આ લિસ્ટમાં સામેલ છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમની પત્નીએ ખુલાસો કર્યો હતો કે, અજય દેવગન તમામ રસોઈ બનાવી લે છે. તે ઈન્ડિયન થી લઈ ચાઈનીઝ વાનગી સરળતાથી બનાવી લે છે. સ્ટારે કહ્યું કે, તેમને રસોઈ બનાવવાની કળા પિતા પાસેથી મળી છે.

હાલમાં અનન્યા પાંડેનો એક વીડિયો ખુબ વાયરલ થયો હતો. જેમાં તે ફરાહ ખાનના યુટ્યુબ ચેનલ પર એક ફુડ વ્લોગમાં જોવા મળી રહી છે. જેમાં અનન્યા પોતાના પરિવાર સાથે રસોઈ બનાવતી જોવા મળી રહી છે.