
આલિયા ભટ્ટ અને રણબીર કપુરની પુત્રી રાહાનો જન્મ 6 નવેમ્બર 2022ના રોજ થયો હતો. આલિયા અને રણબીર કપુરના લગ્ન 14 એપ્રિલ 2022ના રોજ થયા હતા. બંન્ને અંદાજે 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા.

સિંગર અને બિગ બોસનો સ્પર્ધક રહી ચૂકેલા રાહુલ વૈધ અને ટીવી સિરીયલ અભિનેત્રી દિશા પરમાર પણ એક દિકરીના માતા પિતા છે. દિશાએ ગત્ત ગણેશ ચતુર્થીના બીજા દિવસે પુત્રીને જન્મ આપ્યો હતો. સિંગર અને અભિનેત્રીએ વર્ષ 2021માં લગ્ન કર્યા હતા.

બોલિવુડ અભિનેત્રી અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી પણ એક દિકરીના માતા પિતા છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 2017માં લગ્ન કર્યા હતા. લગ્નના 4 વર્ષ બાદ તેમના ઘરે દીકરી વામિકાનો જન્મ થયો હતો. હાલમાં વિરાટ અને અનુષ્કા 2 બાળકોના માતા-પિતા છે.