
શાહરુખ ખાન,સલમામ ખાન તેમજ અક્ષય કુમાર જેવા સ્ટાર્સની સાથે પણ શિલ્પા શેટ્ટી જોવા મળી ચૂકી છે.શિલ્પાએ પોતાની ફિટનેસ અને હેલ્થ એપ પણ લોન્ચ કરી છે. તેમજ એક સીફૂડ રેસ્ટોરન્ટની માલિક પણ છે.

કૃતિ સેનને હાલમાં પોતાની રિલીઝ થયેલી ફિલ્મમાં ધમાલ મચાવી રહી છે. તમને જણાવી દઈએ કે, કૃતિ સેનને પણ પોતાનું પ્રોડક્શન હાઉસ લોન્ચ કર્યું છે. તેમજ એક સ્કિનકેર બ્રાન્ડની પણ સ્થાપના કરી છે. ખાસ વાત તો એ છે કે, બોલિવુડ અભિનેત્રી કૃતિ સેનને ફિટનેસ ટ્રેનિંગ સ્ટુડિયોએ પણ ચલાવે છે.

આલિયા ભટ્ટ નાની ઉંમરમાં બોલિવુડ ડેબ્યુ કર્યું હતું, આ સાથે બિઝનેસ વુમન પણ છે. તેની એક ક્લોથિંગ બ્રાન્ડ પણ છે.જેને બાળકોને ધ્યાનમાં રાખી બનાવવામાં આવછે. જેમાં બાળકોના કપડાં મળે છે. આટલું જ નહિ આલિયા ભટ્ટનું પોતાનુ એક પ્રોડક્શન હાઉસ પણ છે. આલિયા ભટ્ટના આ પ્રોડક્શન હાઉસ હેઠળ ફિલ્મ અને વેબ સીરિઝ પણ બની ચૂકી છે.