ધર્મેન્દ્રના પ્રથમ લગ્ન પ્રકાશ કૌર સાથે થયા હતા, જેની સાથે તેમને ચાર બાળકો છે. સની દેઓલ (Sunny deol), બોબી દેઓલ, અજીતા અને વિજેતા. ચારેય હવે પરિણીત છે. સની દેઓલે પૂજા દેઓલ સાથે લગ્ન કર્યા અને તેને બે પુત્રો, કરણ દેઓલ અને રાજવીર દેઓલ.
બોબી દેઓલે તાન્યા સાથે લગ્ન કર્યા હતા. બંનેને બે પુત્રો આર્યમન અને ધરમ છે. બોબીના બંને પુત્રો હાલમાં ઈન્ડસ્ટ્રીથી દૂર છે. જ્યારે અજિતા અને વિજેતા પરિણીત છે અને તે હંમેશા લાઇમલાઇટથી દૂર રહે છે.
ધર્મેન્દ્રની બીજી પત્નીની વાત કરીએ તો તે હેમા માલિની છે. તેમને બે દીકરીઓ એશા દેઓલ અને આહાના દેઓલ હતી. બંને પરિણીત છે અને બાળકો પણ છે. હેમાની બંને દીકરીઓએ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નસીબ અજમાવ્યું પરંતુ કંઈ ખાસ જલવો દેખાડી શકી નહિ.
19 ઓક્ટોબર 1965ના રોજ ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરને મોટા પુત્રનો જન્મ થયો હતો. નામ હતું અજય સિંહ દેઓલ. ત્યારબાદ લોકો તેને સની કહેવા લાગ્યા. આ નામ એટલું ફેમસ થયું કે અજય સિંહ દેઓલ સની દેઓલ બની ગયો. લોકોનો ખુબ પ્રેમ મળી રહ્યો છે.
સની દેઓલની પત્ની પૂજા પણ લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. સની દેઓલે પોતાના ફિલ્મી કરિયરને કારણે પોતાના લગ્નને ગુપ્ત રાખ્યા હતા પરંતુ તે આ લગ્નને વધુ સમય સુધી છુપાવી શક્યા નહીં. સની દેઓલના અંગત જીવનની વાત કરીએ તો તે પૂજા દેઓલ સાથે સફળ લગ્ન જીવન જીવી રહ્યો છે. સની અને પૂજાને બે પુત્રો છે, કરણ દેઓલ અને રાજવીર દેઓલ.
સની દેઓલનો પુત્ર અને અભિનેતા કરણ દેઓલ 18 જૂને દ્રિષા આચાર્ય સાથે લગ્ન કર્યા છે, લગ્નમાં સની દેઓલ પુત્ર કરણના સંગીતમાં જોરદાર ડાન્સ કરતો જોવા મળ્યા હતા, તો ધર્મેન્દ્ર પણ તેના પૌત્રના મ્યુઝિક પ્રોગ્રામમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
2000 પછી, ફિલ્મ 'ગદર: એક પ્રેમ કથા' સિવાય સની દેઓલે એવી કોઈ ફિલ્મ નથી કરી જે વર્ષો સુધી યાદ રહી શકે. 'ગદર' તેમની કારકિર્દીની એક એવી ફિલ્મ સાબિત થઈ જે હંમેશા તેમની સાથે રહેશે. આ ફિલ્મમાં સની દેઓલે એક પંજાબી વ્યક્તિની ભૂમિકા ભજવી હતી જે પાકિસ્તાનની એક મુસ્લિમ યુવતીના પ્રેમમાં પડે છે. આ ફિલ્મ દરેક રીતે યાદગાર રહી. જેણે રેકોર્ડ બ્રેક કમાણી પણ કરી છે
ફિલ્મોમાં શાનદાર એક્શન કરનાર સની દેઓલ પોતાના પરિવારને પ્રથમ પ્રાથમિકતા આપે છે. તે પોતાના આખા પરિવાર સાથે જુહુમાં એક આલીશાન બંગલામાં રહે છે. સની તેની માતાને ખૂબ પસંદ કરે છે. તે તેમની સાથે જ રહે છે.
Published On - 9:13 am, Thu, 19 October 23