
શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનની ગણતરી આજે બોલિવૂડની મોટી ડિઝાઇનર્સમાં થાય છે. ગૌરી ખાને બોલિવૂડના ઘણા સ્ટાર્સના ઘર પણ ડિઝાઇન કર્યા છે. તે ઈવેન્ટમાં શાહરુખ ખાન સાથે જોવા મળે છે. શાહરુખ ખાન એક સારો અભિનેતા હોવાની સાથે એક સારો પિતા પણ છે.

શાહરુખ ખાનના બાળકો આર્યન અને સુહાના બોલિવુડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. આર્યન ડાયરેક્શન અને રાઈટિંગમાં પોતાની કિસ્મત અજમાવવા માંગે છે. પુત્ર ડ્રગ્સ કેસ મામલે પણ સંડોવાયો હતો. આર્યનને લોકો શાહરુખ ખાનની કોપી પણ કહેતા હોય છે.

શાહરુખ ખાનની દિકરી સુહાના ટુંક સમયમાં જ પોતાની એક્ટિંગનો જાદુ ફેલાવતી જોવા મળશે. સુહાન ખાનની ફિલ્મ આર્ચીઝ ટુંક સમયમાં રિલીઝ થશે. સુહાના ખાને લંડનથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે.

કિંગ ખાનનો નાનો પુત્ર અબરામ છે. અબરામ મુંબઈની ધીરુભાઈ અંબાણી સ્કુલમાં અભ્યાસ કરી રહ્યો છે તે પિતા સાથે અનેક વખત જોવા મળતો હોય છે.
Published On - 9:06 am, Thu, 2 November 23