
વર્લી પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી હતી. જે બાદ ખબર પડી કે આ મેસેજ વડોદરા નજીકના એક ગામમાંથી મોકલવામાં આવ્યો હતો. આ વ્યકતિની ઉંમર 26 વર્ષ છે.તેને 2-3 દિવસની અંદાર વર્લી પોલીસ સામે રજુ થવાનું કહ્યું છે.જોકે, બાદમાં પોલીસે તેને કસ્ટડીમાં લઈ લીધો હતો.

હવે પરિવારના લોકોનો દાવો છે કે, તે માનસિક રુપથી સ્થિર નથી, તેની સારવાર ચાલી રહી છે. હાલમાં કેસની તપાસ વર્લી પોલીસ કરી રહી છે. સલમાન ખાનને ધમકી આપનાર વ્યક્તિ વડોદરાના રાવલ ગામમાં રહે છે. જેનું નામ વિજય પંડ્યા છે.

આ સમગ્ર મામલા વચ્ચે અભિનેતા શાહરુખ ખાન જીમમાં પરસેવો પાડી રહ્યો છે. તેમને Y+ કેટેગરીની સિક્યોરિટી મળી છે. સાથે અભિનેતાના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર પોલીસે સિક્યોરિટી પણ ટાઈટ કરી છે.
Published On - 11:09 am, Tue, 15 April 25