સૈફ અલી ખાન પર હુમલા મામલે નવો ખુલાસો સામે આવ્યો હતો. અભિનેતા પર 16 જાન્યુઆરીના રાત્રે અંદાજે 2 વાગ્યે હુમલો થયો હતો. જેમાં અભિનેતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. સૈફ અલી ખાનના ઘરમાં ઘુસેલા હુમલાખોરે તેના પર ચાકુથી 6 વખત ઘા માર્યા હતા.
મુંબઈ પોલીસને આપેલા નિવેદનમાં સૈફ અલી ખાને કહ્યું કે જ્યારે તેણે તેની નર્સ આલિયામા ફિલિપની ચીસો સાંભળી, ત્યારે તે બંને જહાંગીરના રૂમ તરફ દોડી ગયા જ્યાં આલિયામા ફિલિપ પણ સૂતી હતી. ત્યાં તેણે એક અજાણી વ્યક્તિને જોઈ. જહાંગીર રડી રહ્યો હતો. સૈફે કહ્યું કે જ્યારે હુમલાખોરે તેને છરી મારી ત્યારે તે ખરાબ રીતે ઘાયલ થયો હતો અને કોઈક રીતે પોતાને મુક્ત કરાવ્યો અને પછી હુમલાખોરને પાછળ ધકેલી દીધો.
ઓફિસર ઝૈદી સવારે 4 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં પહોંચ્યા. તમને જણાવી દઈએ કે અધિકારી ઝૈદી સૈફને હોસ્પિટલ લઈ ગયા ન હતા. બાદમાં પરિવાર દ્વારા તેમને હોસ્પિટલમાં પહોંચવા માટે બોલાવવામાં આવ્યા જેથી તેઓ પ્રવેશની ઔપચારિકતાઓ પૂર્ણ કરી શકે. એક કર્મચારી ઘાયલ સૈફને હોસ્પિટલ લઈ ગયો. ઓફિસર ઝૈદીએ કહ્યું કે પરિવારની વિનંતી મુજબ તેઓ મીડિયા સાથે વાત કરશે નહીં.
ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપીએ પોલીસને ઘટના વિશે જણાવ્યું હતુ કે, સૈફે તેને આગળથી લોક કર્યો હતો. જેના કારણે તેને અભિનેતા પર હુમલો કર્યો હતો. અભિનેતા પર હુમલો કરનાર આરોપીના ફોનમાં જે સિમ કાર્ડનો ઉપયોગ કરી રહ્યો હતો. તે તેમણે બંગાળના કોઈ રહેવાસીના આધારકાર્ડ પર લીધું હતુ.
પોલીસ સુત્રો મુજબ ઘટના બાદ ફોરેસિક એકસપર્ટની ટીમ ઘરમાં જઈ ફિંગરપ્રિન્ટ લીધા હતા. પોલીસની ટીમને અંદાજે 19 ફિંગરપ્રિન્ટ મળ્યા હતા. હવે આરોપીના ફિંગરપ્રિન્ટ સાથે મેચ કરવામાં આવશે. પોલીસને તપાસમાં જાણ થઈ કે, આરોપી મેઘાલયની દાવકી નદીના રસ્તે ભારત પહોંચ્યો હતો.પોલીસને આરોપીના ભારતમાં કોઈ ક્રિમિનલ રેકોર્ડ મળ્યો નથો પરંતુ આ વાતની આશંકા નકારી શકાય તેમ નથી. તેમણે બાંગ્લાદેશમાં ચોક્કસ ક્રિમિનલ રોક્રોર્ડ હોય શકે છે. હાલમાં પોલીસ સમગ્ર મામલે પુછપરછ કરી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલાખોર સૈફના પુત્ર જહાંગીરને બંધક બનાવીને પૈસા માંગવાની યોજના બનાવી રહ્યો હતો. આરોપીનો ઈરાદો 1 કરોડ રૂપિયા લઈને કાયમ માટે બાંગ્લાદેશ પાછા ફરવાનો હતો.