
અમર ઉપાધ્યાયનો જન્મ 1 ઓગસ્ટ 1976ના રોજ અમદાવાદમાં થયો હતો.1993-94માં કોમેડી શો 'દેખ ભાઈ દેખ'થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અમર ઉપાધ્યાયને વર્ષ 2000-2002માં 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'માં મિહિર વિરાણીની ભૂમિકાથી સૌથી વધુ લોકપ્રિયતા મળી હતી.

ગુજરાતી પરિવારમાંથી આવતો હોવાથી, અંગ્રેજી અને હિન્દી ઉપરાંત, તે ગુજરાતી પણ સારી રીતે બોલી શકે છે.તમને જણાવી દઈએ કે, અમર ઉપાધ્યાય બિગ બોસનો પણ ભાગ બની ચૂક્યો છે.

અમર ઉપાધ્યાયનો જન્મ એક ગુજરાતી પરિવારમાં થયો હતો. મુંબઈના મલાડમાં બાળપણ પસાર થયું છે, કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો.સ્નાતક થયા પછી, તેમણે પુણેમાં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં અભ્યાસ કર્યો હતો.

અમર ઉપાધ્યાય એકતા કપૂર સાથેના ટેલિવિઝન શો ક્યૂંકી સાસ ભી કભી બહુ થી (2000-2002), કલશ (2000-2002), કસૌટી જિંદગી કે (2005), કુસુમ (2005) અને મોલ્કી (2020)–2020માં તેમના પાત્ર માટે જાણીતો છે.

તેમના અન્ય ટેલિવિઝન શોમાં દેખ ભાઈ દેખ (1993–1994), વિરાસત (2006–2007), ચાંદ કે પાર ચલો (2008–2009), સાથ નિભાના સાથિયા (2015–2017), એક દિવાના થા (2017–2018), ઈશ્કબાઝ (2017-2018), ઈશ્કબાઝ (2019), (2022–2023), અને ડોરી (2023–2025). ટેલિવિઝન શો ઉપરાંત, તે ધૂંડતે રહે જાઓગે જેવી ઘણી ફિલ્મોમાં પણ જોવા મળ્યો હતો.

'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'નો મિહિર વિરાણી બિગ બોસનો ફાઇનલિસ્ટ રહી ચૂક્યો છે.અમર ઉપાધ્યાય પાસે બ્લેક બેલ્ટ પણ છે.તમને જણાવી દઈએ કે, 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' ની બીજી સીઝન 25 વર્ષ બાદ આવી છે.

અમર ઉપાધ્યાયની પત્નીનું નામ હેતલ ઉપાધ્યાય છે. તે એક એન્જિનિયર અને રિયલ એસ્ટેટ ડેવલપર છે.હેતલ ઉપાધ્યાય સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.અમર ઉપાધ્યાયની પત્ની ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ છે.

શોની જેમ, અમર રિયલ લાઈફમાં પણ એક આદર્શ પતિ છે. તેમણે પત્ની હેતલ સાથેના સંબંધો વિશે ખુલ્લેઆમ વાત કરી છે.તે અમરની કંપનીનું કામ સંભાળે છે, જેનું નામ 'Jalaram Eco Homes' છે.

જ્યારે અમર ઉપાધ્યાયના લગ્ન થયા ત્યારે તેમની ઉંમર માત્ર 23 વર્ષ હતી. તેમણે 1999માં હેતલ સાથે લગ્ન કર્યા.

જોકે, અભિનેતાએ કહ્યું હતું કે તે પહેલી વાર હેતલને તેના ઘરે મળ્યો હતો.