
દક્ષિણના લોકપ્રિય અભિનેતા, સ્વર્ગસ્થ પૂર્વ કેન્દ્રીય મંત્રી યુ.વી. કૃષ્ણમ રાજુ પ્રભાસના કાકા છે. ક્રિષ્નમ રાજુને ટોલીવુડમાં રેબેલ સ્ટાર પણ કહેવામાં આવતું હતું. 82 વર્ષના દિવંગત અભિનેતાનું નિધન થઈ ચૂક્યું છે. કૃષ્ણમ રાજુ પ્રભાસના કાકા હતા. તે છેલ્લે રાધે શ્યામ ફિલ્મમાં જોવા મળ્યા હતા.કૃષ્ણમ રાજુનો જન્મ 20 જાન્યુઆરી 1940ના રોજ થયો હતો. ક્રિષ્નમ રાજુ કારકિર્દીની શરૂઆતમાં પત્રકાર હતા. તેણે વર્ષ 1966માં ફિલ્મ ચિલકા ગોર્નિકાથી ટોલીવુડમાં પોતાના અભિનયની શરૂઆત કરી હતી.

પ્રભાસના ભાઈ-બહેનોમાં સુપરસ્ટાર પ્રભાસનો મોટો ભાઈ પ્રબોધ ગોવામાં રહે છે અને વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર છે.પ્રભાસની એક મોટી બહેન પણ છે જેનું નામ પ્રગતિ છે.પ્રભાસે 2002માં ફિલ્મ 'ઈશ્વર'થી ફિલ્મી દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું, ત્યારબાદ તે ઘણી હિટ ફિલ્મોમાં જોવા મળ્યો છે.

કૃષ્ણમ રાજુએ પહેલા સીતા દેવી સાથે લગ્ન કર્યા હતા. તેમની પ્રથમ પત્નીનું અવસાન થયું હતું. આ પછી તેણે શ્યામલાદેવી સાથે લગ્ન કર્યા. આ લગ્નથી તેમને ત્રણ પુત્રીઓ છે. પ્રભાસના પિતા ઉપ્પલાપતિ સૂર્યનારાયણ રાજુ કૃષ્ણમ રાજુના ભાઈ છે.

પ્રભાસને મોંઘી કારનો શોખ છે. તેમના કાર કલેક્શનમાં સ્કોડા સુપર્બ, BMW X3, Jaguar XJR, Range Rover અને વિશ્વની સૌથી મોંઘી કાર પૈકીની એક Royle Roy Phantom પણ સામેલ છે. આમાંના ઘણા વાહનોની કિંમત કરોડોમાં છે. માત્ર રોયલ રોયસની કિંમત 8 કરોડ રૂપિયાથી વધુ છે.
Published On - 7:30 am, Tue, 5 September 23