
બીજા નંબર પર આવે છે મલાઈકા અરોરા, જે બોલિવુડની ફિટનેસ આઈકન બની ચુકી છે. તેમણે પોતાની ફિટનેસથી એ સાબિત કરી દીધું છે કે, ઉંમર માત્ર એક નંબર છે. મલાઈકા દરરોજ યોગા કરે છે. તે યોગા સેશનના વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

સારા અલી ખાન પણ પોતાને ફિટ રાખવા માટે યોગ કરે છે. અભિનેત્રી હંમેશા યોગના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. પ્રવાસ પર જાય છે ત્યાં પણ યોગા કરતી જોવા મળતી હોય છે.

યોગની દિવાની કરીના કપુર એક એવું નામ છે, 2 બાળકોની માતા છે, તેમ છતાં પોતાને ફિટ રાખે છે અને યોગા કરતી પણ જોવા મળતી હોય છે.

ટુંક સમયમાં જ માતા બનવા જઈ રહેલી બોલિવુડ સ્ટાર દીપિકા પાદુકોણને પણ યોગ કરવા ખુબ પસંદ છે. અભિનેત્રી એવું પણ કહી ચુકી છે યોગ જીવન જીવવાની એક રીત છે.
Published On - 10:26 am, Fri, 21 June 24