
તેણે શરૂઆતમાં તેની ચેનલનું નામ ધ સોશિયલ ફેક્ટરી રાખ્યું પરંતુ પછીથી તેનું નામ એલ્વિશ યાદવ રાખ્યું,તેણે 23 નવેમ્બર 2019ના રોજ એલ્વિશ યાદવ વ્લોગ્સ નામની નવી યુટ્યુબ ચેનલ શરૂ કરી. યાદવની ચેનલના ફેબ્રુઆરી 2024 સુધીમાં 7.7 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ અને 134 મિલિયન વ્યૂઝ હતા. તેણે આ ચેનલ પર તેના મિત્રો અને પરિવાર સાથેના બ્લોગ પણ શરુ કર્યો.

એલ્વિશ યાદવને એક બહેન છે જેનું નામ કોમલ યાદવ છે. તેની બહેનના લગ્ન થઈ ચુક્યા છે. અને એક બાળક પણ છે. બહેન સાથેના ફોટો એલ્વિશ યાદવ સોશિયલ મીડિયા પર અપટેડ કરતો હોય છે.

પોતાના વીડિયોથી દરેક ઘરમાં ફેમસ થયેલા એલ્વિશ યાદવને પણ પોતાના પરિવાર સાથે સમય પસાર કરવાનું પસંદ છે. તે વીડિયો પણ શેર કરે છે જેમાં તે તેની માતા સુષ્મા યાદવ અને પિતા રામ અવતાર યાદવ સાથે જોવા મળે છે. આ સિવાય તે પોતાના ભાઈ-બહેનો સાથે મસ્તી કરતો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરે છે.

વર્ષ 2016 દરમિયાન યુટ્યબ પર વીડિયો બનાવવાનું શરુ કર્યું. ખુબ ઓછા સમયમાં યુટ્યુબ પર મોટું નામ બનાવી લીધું હતુ. મીડિયા રિપોર્ટ મુજબ એલ્વિશ યાદવ અંદાજે 5 થી 7 ચેનલ ચલાવે છે. જેમાં તેના લાખો ફોલોઅર્સ છે. તેના વીડિયો ચાહકોને ખુબ પસંદ પણ આવે છે.

તેમની પાસે કપડાંની બ્રાન્ડ 'સિસ્ટમ_ક્લોથિંગ' અને એનજીઓ, 'એલ્વિશ યાદવ ફાઉન્ડેશન' છે, જે બાળકોને મદદ કરે છે. હાલમાં તે વિવાદોમાં છે. યુટ્યુબર એલ્વિશ યાદવ માત્ર પૈસા માટે જ નહીં પરંતુ તેના સોશિયલ મીડિયા ફેન બેઝને વધારવા માટે રેવ પાર્ટીઓમાં સાપનું ઝેર સપ્લાય કરતો હતો. પોલીસ સૂત્રોએ દાવો કર્યો છે કે પૂછપરછ દરમિયાન એલ્વિશએ સાપ અને સાપનું ઝેર મંગાવવાની કબૂલાત કરી છે.

વર્ષ 2016 દરમિયાન યુટ્યબ પર વીડિયો બનાવવાનું શરુ કર્યું. ખુબ ઓછા સમયમાં યુટ્યુબ પર મોટું નામ બનાવી લીધું હતુ. મીડિયા રિપોર્ટ મુજબ એલ્વિશ યાદવ અંદાજે 5 થી 7 ચેનલ ચલાવે છે. જેમાં તેના લાખો ફોલોઅર્સ છે. તેના વીડિયો ચાહકોને ખુબ પસંદ પણ આવે છે.

તમને જણાવી દઈએ કે, એલ્વિશ યાદવને બિગ બોસ ઓટીટીની બીજી સીઝનમાં વાઈલ્ડકાર્ડ એન્ટ્રી મળી હતી. તે શરુઆતથી એક સ્ટ્રોન્ગ સ્પર્ધકના લિસ્ટમાં આવતો હતો. બિગ બોસ ઓટીટીનો વિજેતા બની ટ્રોફી જીતી હતી.

એલ્વિશ યાદવનું દુબઈમાં પણ એક આલીશાન ઘર છે. તેમણે પોતાની યુટ્યુબ ચેનલ પર બ્લોગ બનાવી આ જાણકારી આપી હતી. ખુબ નાની ઉંમરે એલ્વિશ યાદવ મોટું નામ કમાય ચુક્યો છે. એલ્વિશ યાદવને મોંઘી ગાડીઓનો પણ શૌખ છે. તેમની પાસે લાખોથી લઈ કરોડો રુપિયાની ગાડી છે.
Published On - 2:36 pm, Wed, 20 March 24