
T20 વર્લ્ડ કપમાં ભારતની જીત બાદ, આખી ટીમ ખૂબ જ ખુશ હતી. આ સમય દરમિયાન, ઇશાન કિશન ફરી એકવાર તેની ગર્લફ્રેન્ડને લઈને ચર્ચામાં આવ્યો હતો. ચાહકો બંનેને સાથે જોઈને ખૂબ ખુશ થયા. હવે, લોકો તેની ગર્લફ્રેન્ડ વિશે જાણવા માટે ઉત્સુક છે.

અદિતિ હુંડિયાની ઓળખ ફક્ત "સ્ટાર ગર્લફ્રેન્ડ" હોવા ઉપરાંત, તે એક ફેશન મોડેલ છે જે રાજસ્થાનની રાજધાની જયપુરની રહેવાસી છે.

અદિતિ હુંડિયાનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

અદિતિ હુંડિયાની કારકિર્દી 2017 માં શરૂ થઈ હતી જ્યારે તેણી ફેમિના મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ફાઇનલિસ્ટ તરીકે સ્થાન મેળવ્યું હતું. તેની સુંદરતા અને આત્મવિશ્વાસને કારણે તેણીને ઝડપથી વ્યાપક ઓળખ મળી, અને 2018માં તેણીએ મિસ દિવા સુપરનેશનલનો ખિતાબ જીત્યો હતો.

અદિતિ ફેશન ઈન્ડસ્ટ્રીમાં એક ફેમસ નામ છે, જે સ્પર્ધામાં ગ્લેમર અને ચાર્મ ઉમેરવામાં ક્યારેય પાછળ રહેતી નથી.જયપુરની ઈન્ડિયા ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી, અદિતિ હુંડિયાએ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી સ્નાતક થઈ છે.

કોલેજના દિવસોમાં ફેશન અને રેમ્પ વોકિંગ પ્રત્યેના તેમના જુસ્સાને કારણે તેઓ દેશની સૌથી મોટી બ્યુટી સ્પર્ધાઓમાં સ્થાન મેળવ્યું અને પાછળ ફરીને ક્યારેય જોયું નહીં. અદિતિના વ્યક્તિત્વને ઘડવામાં તેમના પરિવારે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

જયપુરના એક બિઝનેસમેનના પરિવારમાં જન્મેલી અદિતિના પિતા લલિત હુંડિયા, એક ઉદ્યોગપતિ છે, જ્યારે તેની માતા બબીતા હુંડિયા, તેની મોડેલિંગ કારકિર્દી દરમિયાન ખુબ સપોર્ટ કર્યો છે.

તેનો ભાઈ યશ હુંડિયા સાથે પણ ગાઢ સંબંધ ધરાવે છે. શ્રીમંત પરિવારમાંથી આવવા છતાં, અદિતિએ હંમેશા તેની લાઈફ ખુબ જ સિંપલ રીતે જીવે છે,

ઇશાન કિશન અને અદિતિની લવસ્ટોરીની શરૂઆત અને તેની ચર્ચા કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી ઓછી નથી. IPL મેચ દરમિયાન, કેમેરા ઘણીવાર અદિતિ પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા, જે સ્ટેન્ડમાં બેઠી હતી અને ઉત્સાહથી ઇશાનના દરેક શોટને જોતી હતી.

2019 ની IPL સીઝન દરમિયાન, તે એક ફેનગર્લ તરીકે રાતોરાત વાયરલ સેન્સેશન બની ગઈ. ભલે તેઓ લાંબા સમય સુધી ચૂપ રહ્યા, ઇશાનના દાદાના તાજેતરના નિવેદનથી સ્પષ્ટ થયું કે તેમનો સંબંધ હવે ફક્ત મિત્રતાથી આગળ વધી ગયો છે. એવું કહેવાય છે કે તેમની લવસ્ટોરી 2019 માં શરૂ થઈ હતી.

અદિતિની કારકિર્દી હાલમાં ઝડપથી વધી રહી છે. તે માત્ર મુખ્ય ફેશન બ્રાન્ડ્સનો ચહેરો જ નહીં પણ ઇન્સ્ટાગ્રામ પર 300,000 થી વધુ ફોલોઅર્સ છે. તેમણે પોતાની ફેશન બ્રાન્ડ, "લેબલ અદિતિ હુંડિયા" પણ સ્થાપિત કરી છે.

ઇશાન હાલમાં તેની રમત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે અને તેના દેશને જીત અપાવવા તરફ દોરી રહ્યો છે,

અદિતિ હુંડિયા અને ઇશાન કિશન નજીકના ભવિષ્યમાં ભારતીય રમતગમત અને ફેશન જગતમાં સૌથી વધુ ફેવરિટ કપલમાના એક હશે.