
રાખી સાવંતની માતા એક ગુજરાતી પરિવારમાંથી આવતી હતી. રાખીના પિતા આનંદ સાવંત એક મરાઠી પરિવારમાંથી આવે છે. આનંદ સાવંત એક પોલીસ અધિકારી હતા, તેમના મૃત્યુ પછી રાખીની માતાએ તેમની સંભાળ રાખી હતી. રાખીની માતાનું કેન્સરથી મૃત્યું થયુ છે.

રાખી સાવંતનો જન્મ 25 નવેમ્બર 1978 ના રોજ મુંબઈમાં થયો હતો. રાખીનું સાચું નામ નીરુ ભેડા છે, પરંતુ તેની માતા જયા ભેડાએ પોલીસ કોન્સ્ટેબલ આનંદ સાવંત સાથે લગ્ન કર્યા, જેના પછી રાખીએ તેના સાવકા પિતાની અટક અપનાવી. તેમના ભાઈનું નામ રાકેશ સાવંત છે અને તેમની એક બહેન પણ છે જેનું નામ ઉષા સાવંત છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાખી સાવંતનો એક ભાઈ પણ છે. તેનું નામ રાકેશ સાવંત છે અને તે એક ફિલ્મ દિગ્દર્શક છે.રાખી સાવંતને એક બહેન પણ છે. તેનું નામ ઉષા સાવંત છે અને તે એક અભિનેત્રી પણ છે.

રાખી સાવંતે દાવો કર્યો હતો કે તેણે 2019 માં NRI રિતેશ સાથે લગ્ન કર્યા હતા. જોકે, પાછળથી 2022માં, બંને અલગ થઈ ગયા. બંન્ને બિગ બોસમાં પણ સાથે જોવા મળ્યા હતા.

રાખી સાવંતે જુલાઈ 2022માં જ આદિલ ખાન દુર્રાની સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. 2023માં આના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા હતા અને આદિલે પણ આ વાત કબૂલી હતી.

રાખી સાવંત ( નીરુ ભેડા)એ બોલિવુડ ફિલ્મોમાં આઇટમ સોન્ગ કર્યા છે. ફિલ્મો ચુરા લિયા હૈ તુમને (2003), મસ્તી (2004), મૈં હૂં ના (2004), ક્રેઝી 4 (2008), અને દિલ બોલે હડિપ્પા! (2008) માં જોવા મળી હતી.

રાખી સાવંત રિયાલિટી ટેલિવિઝન શો બિગ બોસ 1 (2006) ની પહેલી સીઝનમાં સ્પર્ધક અને બિગ બોસ 14 (2020)માં ફાઇનલિસ્ટ હતી. રાખી સાવંત અનેક વખત તેના વિવાદાસ્પદ નિવેદને કારણે ચર્ચામાં રહે છે.

રાખી સાવંતે હિન્દી ફિલ્મો ઉપરાંત તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. રાખી ફિલ્મો ઉપરાંત જાહેરાત શૂટ, બ્રાન્ડ પ્રમોશન તેમજ સોશિયલ મીડિયા દ્વારા પણ ઘણી કમાણી કરે છે.

રિપોર્ટ મુજબ રાખી સાવંત પાસે મુંબઈમાં જ કેટલાક ફ્લેટ છે. તેમના અંધેરી અને જુહુ જેવા સ્થળોએ 2 લગ્ઝરી ફ્લેટ છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમના એક બંગલાની કિંમત 11 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત, તે કેટલીક કારની માલિક પણ છે.
Published On - 7:20 am, Thu, 3 July 25