
સાજિદ કામરાન ખાનનો જન્મ 23 નવેમ્બર 1970 રોજ થયો છે. તે એક ભારતીય ફિલ્મ દિગ્દર્શક, ટેલિવિઝન પ્રેઝેન્ટર અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા અભિનેતા છે.

તેઓ હાઉસફુલ ફિલ્મ , હેય બેબી (2007) અને હમશકલ્સ (2014) માટે જાણીતા હતા. સાજિદ ખાને ભારતીય રિયાલિટી ટેલિવિઝન શો નચ બલિયેમાં જજ તરીકે પણ જોવા મળી ચૂક્યા છે. તેઓ કોરિયોગ્રાફર ફરાહ ખાનનો ભાઈ છે.

2022માં તેમણે કલર્સ ટીવીના રિયાલિટી શો બિગ બોસ 16માં ભાગ લીધો હતો.આજે સાજિદ ખાનને બોલીવુડના ટોચના દિગ્દર્શકોમાંના એક ગણવામાં આવે છે અને તે ખૂબ જ પૈસાદાર છે. જોકે તે આજે પણ કુંવારા છે.

સાજિદ ખાનનો જન્મ મહારાષ્ટ્રના મુંબઈમાં થયો હતો, તેઓ ભૂતપૂર્વ સ્ટંટમેનમાંથી દિગ્દર્શક બનેલા કામરાન ખાન અને તેમની પત્ની મેનકા ખાનનો દીકરો છે.તેમની એક બહેન ફરાહ ખાન છે, જે કોરિયોગ્રાફર, દિગ્દર્શક, નિર્માતા અને અભિનેતા છે.

ફરાહ ખાનના પતિ, શિરીષ કુંદર, નિર્માતા ફિલ્મોના દિગ્દર્શક પણ છે. સાજિદ ખાનના ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે અન્ય સંબંધો છે. ભૂતપૂર્વ અભિનેત્રીઓ હની ઈરાની અને ડેઝી ઈરાની તેમની માતાની બહેનો એટલે કે, તેની માસી છે અને ફિલ્મ નિર્માતાઓ ફરહાન અખ્તર અને ઝોયા અખ્તર તેમના કઝીન ભાઈ-બહેનો છે.

સાજિદ ખાને તેમનું પ્રાથમિક શિક્ષણ મુંબઈની માણેકજી કૂપર સ્કૂલમાંથી પૂર્ણ કર્યું અને પછી મીઠીબાઈ કોલેજમાંથી સ્નાતક થયા,હિન્દી ફિલ્મ અભિનેતા અજય દેવગણ તેમના કોલેજ મિત્ર હતા.

સાજિદના પિતા કામરાન અભિનેતા દારા સિંહ અભિનીત બ્લેક-એન્ડ-વ્હાઇટ બી-ગ્રેડ ફિલ્મોનું દિગ્દર્શન કરતા હતા, એક સમયે કામરાનને ભારે આર્થિક નુકસાન થયું.

દેવાની ચુકવણી કરવા માટે, પરિવારે કાર અને ઘરેણાં સહિત તેમની માલિકીની દરેક વસ્તુ વેચવી પડી હતી.

સાજિદ 16 વર્ષની ઉંમરે અને કોલેજનો વિદ્યાર્થી હતો ત્યારે, વિવિધ પાર્ટીઓ અને સામાજિક કાર્યક્રમોમાં ડીજે તરીકે કામ કરતો હતો.

"હાઉસફુલ" ઉપરાંત, દિગ્દર્શક સાજિદ ખાને અજય દેવગણ સાથે "હિમ્મતવાલા" અને સૈફ અલી ખાન અને રિતેશ દેશમુખ સાથે "હમશકલ્સ" જેવી ફિલ્મો બનાવી છે.

જોકે, તેમણે તેમના કરિયરમાં એક હોરર ફિલ્મ પણ બનાવી હતી જે તે સમયે ફ્લોપ રહી હતી.

બોલિવૂડના દિગ્દર્શક સાજિદ ખાન શૂટિંગ દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાય છે. તેમને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમની સર્જરી પણ કરાવવામાં આવી હતી.