લાફ્ટર ક્વીન તીરંદાજ પણ રહી ચુકી છે , 2 વર્ષની હતી તો પિતાનું નિધન થયુ, 1 દિકરાની છે માતા, પતિ છે ગુજરાતી

|

Jul 03, 2024 | 3:44 PM

આજે આપણે એક એવી વ્યક્તિના પરિવાર વિશે વાત કરવા જઈ રહ્યા છે, તેમણે બાળપણ ગરીબીમાં વિતાવ્યું પરંતુ અત્યારે કરોડો રુપિયાની માલિક છે ભારતી સિંહ, કોમેડિયનનો પતિ એક ગુજરાતી પરિવારમાંથી આવે છે. ભારતી સિંહના જીવન તેમજ પરિવાર વિશે જાણો.

1 / 14
આજે ભારતી સિંહનો જન્મદિવસ છે તો તેના પરિવાર વિશે વાત કરીએ

2 / 14
ભારતીનો જન્મ 3 જુલાઈ 1984ના રોજ અમૃતસર પંજાબમાં એક પંજાબી પરિવારમાં થયો હતો. ભારતી સિંહના માતા-પિતા પંજાબના છે, ભારતી બે વર્ષની હતી ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. એક ભાઈ અને એક બહેન છે. તેણી બીબીકે ડીએવી કોલેજ ફોર વુમન અમૃતસરમાં સ્નાતક થઈ છે.

3 / 14
ભારતી સિંહનું બાળપણ ખુબ ગરીબીમાં પસાર થયું છે. એક ઈન્ટરવ્યુમાં પણ જણાવી ચુકી છે કે, તે 3 ભાઈ બહેન છે. મારી માતાના 17 વર્ષની ઉંમરમાં લગ્ન થયા હતા, 23 વર્ષની ઉંમરમાં 3 બાળકોની માતા બની ચુકી હતી. 2 વર્ષની ઉંમરે પિતાનું નિધન થયું હતુ.

4 / 14
ભારતીના પરિવારની વાત કરીએ તો તેમને એક ભાઈ અને એક બહેન છે. ભાઈની અમૃતસરમાં કરિયાણાની દુકાન છે. જ્યારે મોટી બહેન પિંકી રાજપુત પણ અમૃતસરમાં રહે છે.

5 / 14
ભારતી સિંહ એક ભારતીય કોમેડિયન અને શો હોસ્ટ પણ છે. ભારતીએ અનેક એવોર્ડ શો હોસ્ટ કર્યા છે. તેણે રિયાલિટી શો ઝલક દિખલા જા 5 (2012), નચ બલિયે 8 (2017), અને ફિયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી 9 (2019)માં ભાગ લીધો હતો.

6 / 14
2019માં તે કલર્સ ટીવી શો ખતરા ખતરામાં જોવા મળી હતી. 2016 થી સિંહ ફોર્બ્સ ઇન્ડિયાની સેલિબ્રિટી 100 ની યાદીમાં જોવા મળી ચુકી છે.

7 / 14
ભારતી સ્ટાર વન પરની સ્ટેન્ડ-અપ કોમેડી રિયાલિટી  ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં સેકન્ડ રનર-અપ રહી હતી, જ્યાં તેણીને લલ્લી નામના બાળ પાત્ર માટે પ્રશંસા મળી હતી. ત્યારબાદ કોમેડી સર્કસમાં સ્પર્ધક તરીકે જોવા મળી હતી. કૃષ્ણા અભિષેક સાથે કોમેડી નાઈટ્સ બચાવો શોની સહ-હોસ્ટ પણ રહી ચુકી છે.

8 / 14
2011માં ભારતી STAR પ્લસ પર ટીવી સીરિયલ પ્યાર મેં ટ્વિસ્ટમાં અભિનય કર્યો હતો, અને બાદમાં 2012ના સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા 5માં સ્પર્ધક તરીકે દેખાઈ હતી.

9 / 14
2014 થી 2016 સુધી તેમણે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટની 5 થી 7 સીઝન હોસ્ટ કરી. 2017માં, તે હર્ષ લિમ્બાચીયા સાથે સ્ટાર પ્લસ પર નચ બલિયે 8માં ભાગ લીધો હતો અને છઠ્ઠા સ્થાને રહી હતી.

10 / 14
 2018માં તે કલર્સ ટીવી પર બંને રિયાલિટી શો ડાન્સ દીવાને અને બિગ બોસ 12માં મહેમાન તરીકે જોવા મળી હતી. 2019માં હર્ષ લિમ્બાચીયા સાથે કલર્સ ટીવી પર ફિયર ફેક્ટર: ખતરોં કે ખિલાડી 9 માં ભાગ લીધો હતો. 2022માં હર્ષ લિમ્બાચિયા સાથે કલર્સ ટીવીના શો હુનરબાઝ: દેશ કી શાન હોસ્ટ કર્યો હતો.

11 / 14
3 ડિસેમ્બર 2017ના રોજ ભારતીએ હર્ષ લિમ્બાચીયા સાથે લગ્ન કર્યા હતા.કોમેડીમાં તેની કારકિર્દી શરૂ કરતા પહેલા ભારતી રાષ્ટ્રીય રેન્કની તીરંદાજ અને પિસ્તોલ શૂટર હતી.માસ્ટરશેફ ઈન્ડિયામાં મહેમાન તરીકે પણ જોવા મળી હતી.

12 / 14
21 નવેમ્બર 2020ના રોજ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ભારતીના ઘરે તપાસ હાથ ધરી હતી અને 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. તેના પતિની પૂછપરછ માટે ધરપકડ કરવામાં આવી હતી.બે દિવસની પૂછપરછ બાદ 23 નવેમ્બર 2020ના રોજ તેમને જામીન આપવામાં આવ્યા હતા.

13 / 14
ભારતી સિંહે વર્ષ 2017માં હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યા હતા. બંન્ને એક પુત્રના માતા-પિતા પણ છે. જેનો જન્મ વર્ષ 2022માં થયો છે. ભારતી અને હર્ષને એક છોકરો છે. જેનું નામ લક્ષય સિંહ લિમ્બાચીયા છે અને તેનું હુલામણું નામ "ગોલ્લા છે.

14 / 14
આ બંને સેલિબ્રિટી કપલ 'કોમેડી સર્કસ' ટીવી શોના સેટ પર મળ્યા હતા.ભારતી ત્યાં સ્પર્ધક હતી અને હર્ષ સ્ક્રિપ્ટ રાઈટર હતો. હર્ષ લિમ્બાચીયા અને ભારતી બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કર્યા છે.

Published On - 3:20 pm, Wed, 3 July 24

Next Photo Gallery