
ટ્વિંકલ ખન્નાએ પંચગનીની ન્યૂ એરા હાઇ સ્કૂલ અને વિલે પાર્લેમાં મુંબઈ યુનિવર્સિટીની નરસી મોનજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાંથી શિક્ષણ મેળવ્યું છે.

12મું ધોરણ પૂરું કર્યા પછી તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કારકિર્દી બનાવવા માંગતી હતી અને પ્રવેશ પરીક્ષા આપી હતી, પરંતુ તેના માતાપિતાના આગ્રહને કારણે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોડાય હતી.

ત્યારબાદ લેવિશામના ન્યૂ ક્રોસ વિસ્તારમાં આવેલી ગોલ્ડસ્મિથ્સ યુનિવર્સિટી ઓફ લંડનમાંથી માસ્ટર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી અને 2024માં સ્નાતક થઈ છે.

2001માં અભિનેત્રીએ નવી દિલ્હીમાં તેના પિતાની ચૂંટણી માટે પ્રચાર કર્યો હતો. તે ફિલ્મફેર મેગેઝિન માટે ફોટો સેશન દરમિયાન પહેલી વાર અક્ષય કુમારને મળી હતી.

બોલીવુડ અભિનેતા અક્ષય કુમારે ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યા છે પરંતુ લગ્ન પહેલા, ટ્વિંકલની માતા, ડિમ્પલ કાપડિયાએ એક શરત મૂકી હતી. ત્યારબાદ અક્ષય-ટ્વિંકલના લગ્ન થયા હતા.રાજેશ ખન્ના પણ આ માટે સંમત થયા.

ડિમ્પલ કાપડિયાની શરત હતી કે તેઓ લિવ-ઇન રિલેશનશિપમાં રહે. આ પછી અક્ષય અને ટ્વિંકલ લગ્ન પહેલા લગભગ બે વર્ષ સુધી મુંબઈમાં એક ફ્લેટમાં સાથે રહ્યા. આ પછી ટ્વિંકલ લગ્ન માટે સંમત થઈ ગઈ પછી જ અક્ષય અને ટ્વિંકલના લગ્ન થયા.

તેમના લગ્ન 17 જાન્યુઆરી 2001ના રોજ થયા અને તેમને એક પુત્ર, આરવ અને એક પુત્રી, નિતારા છે. અક્ષય કુમાર ઘણીવાર તેની સફળતાનો શ્રેય પત્નીને આપે છે.

2014માં ટ્વિંકલ ખન્ના અને તેની બહેને તેમના પિતાનું ઘર 85 કરોડમાં વેચી દીધું હતુ.

અક્ષય અને ટ્વિંકલના લગ્ન 24 વર્ષ પહેલા થયા હતા.ટ્વિંકલ ખન્નાની કુલ સંપત્તિ લગભગ 250 કરોડ રૂપિયા છે.

ટ્વિંકલ ખન્નાને કોઈ પરિચયની જરૂર નથી. તે ભલે અભિનયથી દૂર થઈ ગઈ હોય, પરંતુ તેના ચાહકોમાં કોઈ ઘટાડો થયો નથી.

તે હવે એક લેખિકા બની ગઈ છે અને સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તેના પુસ્તકો દ્વારા ચાહકો સાથે ભૂતકાળની વાર્તાઓ શેર કરતી રહે છે.

ટ્વિંકલ ખન્નાના ફિલ્મી કરિયરની વાત કરીએ તો અભિનેત્રીએ બોલિવૂડ તેમજ સાઉથમાં પણ પોતાની અભિનય કુશળતા સાબિત કરી છે.

તેમણે "લવ મંત્ર" અને "સીનુ" જેવી ફિલ્મોમાં અભિનેતા દગ્ગાબતી વેંકટેશ સાથે કામ કર્યું છે.