
રિદ્ધિ ડોગરાનો જન્મ 22 સપ્ટેમ્બર 1984 રોજ દિલ્હીમાં થયો છે. તે એક ભારતીય અભિનેત્રી છે, અસુર સિરીઝમાં નુસરતની ભૂમિકા માટે જાણીતી છે, તેમણે રિયાલિટી શો નચ બલિયે 6 અને ફિયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી 6માં પણ ભાગ લીધો હતો.

રિદ્ધિ ડોગરાએ નવી દિલ્હીમાં શેખ સરાય સ્થિત એપીજય સ્કૂલમાંથી અભ્યાસ કર્યો અને કમલા નહેરુ કોલેજમાંથી સાઈકોલોજીમાંથી ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.

રિદ્ધિ ડોગરાએ વર્ષ 2011માં અભિનેતા રાકેશ બાપટ સાથે લગ્ન કર્યા હતા.તેઓ 2019માં અલગ થયા અને છૂટાછેડા લીધા હતા.ચાહકોને બંન્નેની જોડી ખુબ જ પસંદ આવતી હતી.

રિદ્ધિ ડોગરાએ 2011માં અભિનેતા રાકેશ બાપટ સાથે છૂટાછેડા લીધા હતા અને ત્યારથી તે સિંગલ છે. હાલમાં અભિનેત્રી સિંગલ લાઈફ એન્જોય કરી રહી છે.

અભિનેત્રીનો ભાઈ અભિનેતા અક્ષય ડોગરા છે અને તેમના કાકા ભારતીય જનતા પાર્ટીના સ્વર્ગસ્થ રાજકારણી અને ભારત સરકારના ભૂતપૂર્વ નાણા/ સંરક્ષણ પ્રધાન અરુણ જેટલી હતા.

રિદ્ધિ ડોગરા સિનેમાની દુનિયામાં પણ શાનદાર કામ કરી રહી છે. રિદ્ધિ ડોગરા બોલિવૂડમાં એક જાણીતું નામ છે.રિદ્ધિએ શરૂઆતમાં આસિસ્ટન્ટ પ્રોડ્યુસર તરીકે ઈન્ડસ્ટ્રીમાં શરૂઆત કરી હતી. તે એક પ્રોફેસર ડાન્સર પણ છે.

તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ જવાનમાં ફેમસ અભિનેત્રી રિદ્ધિ ડોગરાએ કાવેરી અમ્માનું પાત્ર ભજવ્યું હતું.

રિયલ લાઈફમાં રિદ્ધિ ડોગરા શાહરૂખ કરતાં ઘણી નાની છે અને ખૂબ જ ગ્લેમરસ છે.

રિદ્ધિ ડોગરાના નેચરલ ક્વિન છે. જેની દુનિયાના દિવાની છે.અસુર સિરીઝમાં તેમના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી

તેમણે 18 વર્ષથી વધુ સમયથી ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે અને ટેલિવિઝનથી લઈને ફિલ્મ સુધી પોતાનું નામ બનાવ્યું છે.