
બોલિવુડની મલ્ટી ટેલેન્ટેડ અભિનેત્રી જેને બ્યુટી વિથ બ્રેન પણ કહેવામાં આવે છે. તેમણે ફેમિના મિસ ઈન્ડિયા યૂનિવર્સ 1999નો તાજ પણ પહેરાવવામાં આવ્યો હતો. તે માત્ર પોતાની એક્ટિંગ જ નહી પરંતુ પ્લેન ઉડાવવાથી લઈ હોર્સ રાઈડિંગમાં ટેલેન્ટેડ છે.

ગુલકીરત કૌર "ગુલ" પનાગનો જન્મ 3 જાન્યુઆરી 1979ના રોજ થયો છે.તે એક ભારતીય અભિનેત્રી, મોડેલ અને રાજકારણી છે. તેમણે 1999માં ફેમિના મિસ ઇન્ડિયા યુનિવર્સનો તાજ પહેરાવવામાં આવ્યો હતો

બોલિવુડની મલ્ટી ટેલેન્ટેડ અભિનેત્રીનો પરિવાર જુઓ

1999માં મિસ યુનિવર્સ ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.તેમણે 2003માં નાગેશ કુકુનૂર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ધૂપથી હિન્દી ફિલ્મોમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારથી, તેણીએ ટીવી સીરિયલ કાશ્મીર સાથે જુર્મ જેવી ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

તેની ફિલ્મોમાં ડોર, ધૂપ, મનોરમા સિક્સ ફીટ અંડર, હેલો, સ્ટ્રેટ અને અબ તક છપ્પન 2નો સમાવેશ થાય છે.2006માં નાગેશ કુકુનૂરની ફિલ્મ ડોરમાં એક સામાન્ય વ્યક્તિની ભૂમિકા ભજવી હતી, જે તેના પતિને ફાંસી પર જવાથી બચાવવા માટે સખત લડત આપી હતી

ગુલ પનાગે 'સારસા' ફિલ્મ સાથે પંજાબી ફિલ્મોમાં શરૂઆત કરી હતી. તેની 2014ની લોકસભા ચૂંટણી માટે ચંદીગઢથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ રહી ચૂકી છે.

ગુલ પનાગે પંજાબના સંગરુરમાં પોતાનું શિક્ષણ શરૂ કર્યું. તેમના પિતા, લેફ્ટનન્ટ જનરલ પનાગ સેનામાં હતા અને પરિવાર ભારત અને વિદેશમાં અલગ અલગ સ્થળોએ સ્થળાંતર થયો. આના પરિણામે, તેમણે કેન્દ્રીય વિદ્યાલય (ચંદીગઢ, મહુ, લેહ અને વેલિંગ્ટન, તમિલનાડુ), ધ લોરેન્સ સ્કૂલ, લવડેલ અને ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ લુસાકા, ઝામ્બિયા સહિત 14 વિવિધ શાળાઓમાં અભ્યાસ કર્યો.

તેમણે પંજાબી યુનિવર્સિટી, પટિયાલામાંથી ગણિતમાં સ્નાતક અને પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢમાંથી રાજકીય વિજ્ઞાનમાં માસ્ટર્સ કર્યું છે.

વિદ્યાર્થી તરીકે ગુલ પનાગને રમતગમત અને જાહેર ભાષણમાં રસ હતો. તેમણે વાર્ષિક રાષ્ટ્રીય આંતર યુનિવર્સિટી ડિબેટ સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ સહિત અનેક રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની ચર્ચા સ્પર્ધાઓ જીતી હતી.

ગુલ પનાગે તેના લાંબા સમયના બોયફ્રેન્ડ, એરલાઇન પાઇલટ, ઋષિ અટારી સાથે 13 માર્ચ 2011ના રોજ ચંદીગઢના એક ગુરુદ્વારામાં પરંપરાગત પંજાબી શીખ વિધિથી લગ્ન કર્યા હતા. આ દંપતીને નિહાલ નામનો પુત્ર છે.

2007 ટાઈ શ્રેષ્ઠ અભિનેત્રી માટે ઝી સિને ક્રિટિક્સ એવોર્ડ, ડોર માટે આયેશા ટાકિયા સાથે ટાઈ થઈ હતી.

2020 શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે ફિલ્મફેર ઓટીટી એવોર્ડ્સ પાતાલ લોક માટે મળ્યો હતો.

અભિનેત્રી ગુલ સોશિયલ મીડિયા પર ખુબ ઓછી એક્ટિવ રહે છે, પરંતુ તે પોતાના જીવનની સુંદર ક્ષણો શેર કરતી રહે છે.