
બોલિવુડ ફિલ્મો અને બંગાળી ફિલ્મોમાં કામ કર્યા પછી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મજબૂત બનાવવા માટે જાણીતા છે. તેમણે આઠ ફિલ્મફેર પુરસ્કારો અને ભારત સરકાર દ્વારા આપવામાં આવતો ચોથો સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીનું સન્માન પણ મળ્યું છે.

જયા બચ્ચને સત્યજીત રેની ફિલ્મ મહાનગરથી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો, ત્યારબાદ હૃષિકેશ મુખર્જી દ્વારા દિગ્દર્શિત નાટક ગુડ્ડીમાં ભૂમિકા ભજવી હતી, જે તેમની પહેલી સપોર્ટિંગ ફિલ્મોમાંની એક હતી.

કોશિષ અને કોરા કાગઝ જેવી ફિલ્મોમાં તેમના અભિનય માટે જાણીતી હતી. તેમણે અમિતાભ બચ્ચન સાથે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં ઝંઝીર, અભિમાન, ચુપકે ચુપકે , મિલી અને કલ્ટ ફિલ્મ શોલેનો સમાવેશ થાય છે,

અભિમાન, કોરા કાગઝ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો. અમિતાભ બચ્ચન સાથેના લગ્ન અને તેમના બાળકોના જન્મ પછી તેમણે ફિલ્મોમાં પોતાનું કામ મર્યાદિત કરી દીધું હતુ.

17 વર્ષના બ્રેક પછી ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. કભી ખુશી કભી ગમ અને કલ હો ના હોમાં માતાની ભૂમિકા ભજવવા બદલ શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે ત્રણ ફિલ્મફેર પુરસ્કારો જીત્યા. ત્યારબાદ કરણ જોહરની રોમેન્ટિક કોમેડી ફેમિલી-ડ્રામા રોકી ઔર રાની કી પ્રેમ કહાની (2023) સાથે પુનરાગમન કર્યું હતુ.

જયા ભાદુરીનો જન્મ 9 એપ્રિલ 1948ના રોજ એક બંગાળી પરિવારમાં થયો હતો. તે પત્રકાર, લેખક અને કવિ તરુણ કુમાર ભાદુરી અને તેમના પત્ની ઇન્દિરાના પુત્રી છે.

જયા ભાદુરીએ ભોપાલની સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો અને પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા, જયા બચ્ચને 'ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, પુણે'માંથી અભિનયનો કોર્ષ કર્યો હતો.

3 જૂન1972ના રોજ, જયા બચ્ચને સદીના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથે લગ્ન કર્યા અને બે બાળકો, અભિષેક અને શ્વેતાની માતા છે. તેમની પુત્રી શ્વેતાના લગ્ન દિલ્હીના કપૂર પરિવારના પૌત્ર ઉદ્યોગપતિ નિખિલ નંદા સાથે થયા છે અને તેમને બે બાળકો છે, નવ્યા નવેલી અને અગસ્ત્ય નંદા.

જ્યારે જયા બચ્ચનના પુત્ર અભિષેકના લગ્ન ફેમસ અભિનેત્રી એશ્વર્યા રાય સાથે થયા છે. અભિષેક બચ્ચન અને એશ્વર્યા બચ્ચન એક દીકરીના માતા પિતા છે.

જો આપણે અભિનેત્રીની સંપત્તિ વિશે વાત કરીએ, તો તે તેના પતિ અમિતાભ બચ્ચનથી પાછળ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જયા બચ્ચન લગભગ 68 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે.
Published On - 7:18 am, Sat, 5 April 25