
શેફાલી જરીવાલાનો જન્મ 15 ડિસેમ્બર 1982ના રોજ અમદાવાદમાં થયો હતો. શેફાલી જરીવાલાએ આણંદની સરદાર પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી ઇન્ફર્મેશન ટેકનોલોજીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો.

શેફાલી જરીવાલાના પિતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હતા, અને તેમની માતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી કરતી હતી. શેફાલી જરીવાલા કમ્પ્યુટરમાં ડિગ્રી લીધી હતી.

શેફાલી જરીવાલા એક ભારતીય અભિનેત્રી અને મોડેલ હતી, જે મુખ્યત્વે હિન્દી મ્યુઝિક વીડિયો, ફિલ્મો અને ટેલિવિઝનમાં તેના કામ માટે જાણીતી હતી.2002 ના રિમિક્સ મ્યુઝિક વીડિયો કાંટા લગાથી લઈ મુઝસે શાદી કરોગી (2004) માં સહાયક ભૂમિકા સહિત અનેક બોલિવુડ ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

નચ બલિયે 5 અને નચ બલિયે 7 જેવા અનેક રિયાલિટી ટેલિવિઝન શોમાં તેના પતિ પરાગ ત્યાગી સાથે અભિનય કર્યો હતો. 2019માં બિગ બોસ 13માં વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે ભાગ લીધો. તેણીએ ALT બાલાજીની બેબી કમ ના (2018) સહિતની વેબ સિરીઝમાં પણ અભિનય કર્યો, જેમાં શ્રેયસ તલપડે સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

2004માં શેફાલી જરીવાલાએ સંગીતકાર હરમીત સિંહ સાથે લગ્ન કર્યા હતા. અભિનેત્રીએ ઘરેલુ હિંસાના આરોપો લગાવ્યા બાદ, 2009માં આ દંપતીએ છૂટાછેડા લીધા હતા.

શેફાલી જરીવાલાએ બે વખત લગ્ન કર્યા હતા, તેના પહેલા લગ્ન હરમીત સિંહ સાથે થયા હતા, જે ફક્ત 5 વર્ષ ટક્યા હતા. આ પછી તેમણે પરાગ ત્યાગી સાથે બીજી વખત લગ્ન કરવાનો નિર્ણય લીધો. બંને ખૂબ જ ક્યુટ કપલ તરીકે જાણીતા હતા. ચાહકોને આ બંન્નેની જોડી ખુબ જ પસંદ આવતી હતી.

એક ઈન્ટરવ્યુમાં શેફાલી જરીવાલાએ જણાવ્યું હતું કે, તે 15 વર્ષની ઉંમરથી જ વાઈથી પીડાઈ રહી છે. તેમણે કહ્યું હતું કે, 'મને 15 વર્ષની ઉંમરે વાઈ આવી હતી.ને દસ વર્ષ સુધી તબીબી સારવાર લીધી હતી. અભિનેત્રીએ યોગ અને ફિટનેસ પર ધ્યાન આપી વાઈ નિયંત્રિત કરી હતી.

શેફાલીના પરિવાર વિશે વાત કરીએ તો, અભિનેત્રી એક ગુજરાતી પરિવારમાંથી આવતી હતી.

તેમના પિતા સતીશ જરીવાલા અને માતા સુનિતા જરીવાલા છે. શેફાલીએ ઘણા ઇન્ટરવ્યુ અને શોમાં તેની માતા સાથેના સંબંધો વિશે વાત કરી છે. શેફાલીને એક નાની બહેન શિવાની પણ છે, જે તેના લગ્ન જીવનમાં વ્યસ્ત છે.

શેફાલી અને શિવાની વચ્ચે ખૂબ જ સારો અને ગાઢ સંબંધ હતો.

તેના પતિએ પણ કહ્યું કે અભિનેત્રી તેના પરિવારની ખૂબ નજીક હતી.પરાગ અને શેફાલીને કોઈ બાળક નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શેફાલી જરીવાલા રિયાલિટી શો માટે લાખો રૂપિયા ચાર્જ કરતી હતી.

તે લાંબા સમયથી ફિલ્મોથી દૂર હતી, પરંતુ તેમ છતાં અભિનેત્રીની સંપત્તિ કરોડોમાં હતી. શેફાલીની કુલ સંપત્તિ 8.54 કરોડ રૂપિયા હતી.આ અભિનેત્રી સોશિયલ મીડિયાથી પણ ઘણી કમાણી કરતી હતી

ખાસ વાત એ છે કે તે ફિલ્મોથી દૂર હોવા છતાં, તેની બ્રાન્ડ વેલ્યુમાં કોઈ ઘટાડો થયો ન હતો.
Published On - 2:31 pm, Mon, 30 June 25