
જ્યારે પણ બોલિવૂડના શ્રેષ્ઠ કલાકારોના નામ લેવામાં આવે છે, ત્યારે કેકે મેનનનું નામ ચોક્કસપણે તે લિસ્ટમાં આવશે. એક્ટિંગ માટે ફેમસ અભિનેતા કેકે મેનનએ તેમના કારકિર્દીમાં ઘણી શાનદાર ફિલ્મો કરી છે. આ અભિનેતા પોતાની કુશળતાના બળ પર લાખો લોકોના દિલ પર રાજ કરે છે. આજે તેમની સાથે જોડાયેલી કેટલીક વાતો જાણીએ.

કૃષ્ણ કુમાર મેનનો જન્મ 2 ઓક્ટોબર 1966 રોજ થયો છે, જે કે કે મેનન તરીકે ફેમસ છે, એક ભારતીય અભિનેતા છે જે મુખ્યત્વે હિન્દી સિનેમામાં અને ક્યારેક ગુજરાતી, તમિલ, મરાઠી અને તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે.

કૃષ્ણ કુમાર મેન બ્લેક ફ્રાઈડે (2004), દીવાર (2004), સરકાર (2005), શૌર્ય (2008), ગુલાલ (2009), હૈદર (2014), બેબી (2015) જેવી ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ માટે જાણીતા છે. તેમણે સ્પેશિયલ ઓપ્સ, ફર્ઝી, ધ રેલ્વે મેન અને સિટાડેલ: હની બન્ની જેવી વેબ સિરીઝોમાં અભિનય કર્યો છે.

કૃષ્ણ મેનનનો જન્મ કેરળના કોઝિકોડમાં એક મલયાલી નાયર પરિવારમાં થયો હતો અને તેમનો ઉછેર અંબરનાથ અને પુણે, મહારાષ્ટ્ર, ભારતમાં થયો હતો.તેમણે પુણેના ખડકીમાં સેન્ટ જોસેફ હાઇ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.

કેકે મેનનને પહેલી તક 1995માં ફિલ્મ નસીમમાં મળી હતી. આ ફિલ્મમાં તેમનો નાનો રોલ હતો. આ ફિલ્મ પછી કેકે મેનન ઘણી શાનદાર ફિલ્મોમાં દેખાયા. ધીમે ધીમે તેમણે પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા.

અભિનેતાએ 1981માં 10મું ધોરણ પાસ કર્યું હતું. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતક (ભૌતિકશાસ્ત્ર) અને પુણે યુનિવર્સિટીમાંથી મેનેજમેન્ટ સાયન્સ વિભાગ (PUMBA)માંથી MBA કર્યું હતું,1988માં માર્કેટિંગમાં મેજર સાથે સ્નાતક થયા હતા.

કેકે મેનન અભિનેત્રી નિવેદિતા ભટ્ટાચાર્ય સાથે લગ્ન કર્યા છે. નિવેદિતા ટીવી જગતમાં એક લોકપ્રિય નામ છે. નિવેદિતાએ કહાની ઘર ઘર કી, સાથ ફેરે: સલોની કા સફર, બાલિકા વધૂ જેવા ઘણા ટીવી શોમાં કામ કર્યું છે.

અભિનેત્રીએ ક્યા કહેના, ફોબિયા, ઐયારી અને ધ વેક્સીન વોર જેવી ફિલ્મોમાં સહાયક ભૂમિકાઓ પણ ભજવી છે.

નિવેદિતા અને કેકે મેનન બંને એક નાટકના રિહર્સલ દરમિયાન મળ્યા હતા. તેઓએ સાથે કામ કર્યું, મિત્રો બન્યા અને આખરે તેમની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ.

એક રિપોર્ટ મુજબ કે કે મેનનની કુલ સંપત્તિ 28 કરોડ ભારતીય રૂપિયા છે. એક ફિલ્મ માટે, તે 1.5 થી 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
Published On - 7:22 am, Thu, 11 September 25