થોડા દિવસ પહેલા જ પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસ પણ મુંબઈ પહોંચ્યા હતા, હવે ગ્લોબલ સ્ટાર પોતાના પરિવાર સાથે રામલલ્લાના દર્શને પહોંચી છે.
પ્રિયંકા ચોપરા રામલલ્લાને મળવા અને તેમના દર્શન કરવા માટે અયોધ્યા પહોંચી છે. તેની સાથે પતિ નિક જોનસ અને દિકરી માલતી મેરી પણ નજરે આવ્યા. અભિનેત્રી અને તેના પરિવારની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
તસ્વીરમાં પ્રિયંકા ચોપરા યલો સુટમાં અને દિકરી માલતીને તેડીને ઉભી છે. ઓરેન્જ આઉટફિટમાં દિકરી માલતી મેરી પણ ખુબ જ ક્યુટ લાગી રહી છે.
સાથે જ સફેદ કુર્તા-પાયજામામાં પતિ નિક જોનસ પણ પ્રિયંકાની સાથે ઉભા છે.
અભિનેત્રીને મંદિરના પૂજારી માથા પર તિલક લગાવી રહ્યા છે, જે તસ્વીરમાં જોઈ શકાય છે. તસ્વીરો જોઈને ફેન્સ ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે.