
આજે નીરુ પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રી અને નિર્માતા છે. નીરુ પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ આગળ વધી રહી છે. તો આજે આપણે 3 દીકરીની માતા નીરુ બાજવાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીશું.

26 ઓગસ્ટ 1980ના રોજ કેનેડામાં જન્મેલી નીરુ બાજવા આજે પંજાબી સિનેમાની એક મોટી સ્ટાર છે. તમને જણાવી દઈએ કે, નીરુ ત્રણ બાળકોની માતા પણ છે. તે પોતાની કારકિર્દીની સાથે સાથે તેના પરિવારને પણ પૂર્ણ સમય આપે છે.

નીરુ બાજવા એ 1998માં દેવ આનંદની બોલિવૂડ ફિલ્મ "મૈં સોલાહ બરસ કી" થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારબાદ તેણીએ પંજાબી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. આજે નીરુ પંજાબી ફિલ્મોની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે.

નીરુ ખુશહાલ જીવન જીવી રહી છે.નીરુ પોતાની ફિટનેસ પર ખાસ ધ્યાન આપે છે. તેને વર્કઆઉટની સાથે ડાન્સ પણ પસંદ છે.ચાહકોને પણ નીરુની ફિલ્મો ખુબ જ પસંદ છે.

બહુ ઓછા લોકો જાણે છે કે નીરુ બાજવાએ ડીડી-1 ના શો 'હરિ મિર્ચી લાલ મિર્ચી' થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તે 'અસ્તિત્વ - એક પ્રેમ કી', 'જીત', 'ગન્સ એન્ડ રોઝ', 'નચ બલિયે-1'માં પણ જોવા મળી હતી.

ટીવી પછી, નીરુએ 1998માં દેવ આનંદ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'મૈં સોલાહ બરસ કી' થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેમણે વિવેક ઓબેરોય સાથે ફિલ્મ 'પ્રિન્સ' અને અક્ષય કુમાર સાથે 'સ્પેશિયલ 26'માં પણ કામ કર્યું છે.

નીરુએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે,"જ્યારે તે માત્ર 9 વર્ષની હતી, ત્યારે હું મારા પિતરાઈ ભાઈ સાથે છાપું આપવા માટે જતી હતી. આ પછી મેં ફોટોગ્રાફર તરીકે કામ કર્યું. આ પછી મેં એક મોલમાં સેલ્સપર્સન તરીકે કામ કર્યું. મેં કરિયાણાની દુકાનમાં કેશિયર તરીકે કામ કર્યું, આ મારી છેલ્લી નોકરી હતી."

નીરુ બાજવાએ 8 ફેબ્રુઆરી 2015 ના રોજ હેરી જવાંધા સાથે લગ્ન કર્યા છે.

આ દંપતીને ઓગસ્ટ 2015 માં તેમના પહેલા બાળક, એક છોકરીનો જન્મ થયો. 2020માં નીરુ બાજવાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો.

નીરુ બાજવા મોટાભાગે તેના પતિ અને પુત્રીઓ સાથે કેનેડામાં રહે છે. પણ તે કામ માટે ભારત આવતી રહે છે.

અજય દેવગનની નવી ફિલ્મ 'સન ઓફ સરદાર 2'નું ઓફિશિયલ ટીઝર રિલીઝ થઈ ગયું છે જેમાં સમગ્ર કાસ્ટની ઝલક બતાવવામાં આવી છે. ફિલ્મમાં ઘણા નવા કલાકારોની પણ એન્ટ્રી થઈ છે. આ ફિલ્મમાં નીરુ બાજવા અને શરત સક્સેના જેવા કલાકારો સહાયક ભૂમિકાઓ ભજવશે.