
મલાઈકા અરોરાને MTV India માટે VJ તરીકે પસંદ કરવામાં આવી હતી. તેમણે અનેક શો હોસ્ટ કર્યા અને બાદમાં સાયરસ બ્રોચા સાથે લવ લાઈન અને સ્ટાઈલ ચેક શોનું સહ-હોસ્ટિંગ કર્યું. ત્યારપછી મલાઈકાએ મોડલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો, ઘણી જાહેરાતોમાં જોવા મળ્યા બાદ આઈટમ સોન્ગ કર્યા હતા.

મલાઈકા ટેલિવિઝન શો નચ બલિયેમાં ત્રણ જજમાંથી એક તરીકે જોવા મળી હતી.આ શો 2005ના મધ્યમાં STAR One પર પ્રસારિત થયો હતો. નચ બલિયે 2માં જજ તરીકે જોવા મળી હતી. તે STAR One પર જજ તરીકે ઝરા નચકે દિખા શોમાં જોવા મળી હતી. 2010માં શો ઝલક દિખલા જામાં જજ હતી.

મલાઈકા ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ શોમાં નિર્ણાયકોની પેનલમાં જોવા મળી હતી. 2019માં MTV સુપરમોડેલ ઓફ ધ યરની જજ અને હોસ્ટ હતી અને 2020માં ભારતની શ્રેષ્ઠ ડાન્સરની જજ હતી.

મલાઈકા અરોરાએ 1998માં બોલિવૂડ એક્ટર-ડિરેક્ટર-પ્રોડ્યુસર અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા, તેને કોફી એડ શૂટ દરમિયાન મળી હતી. 28 માર્ચ 2016ના રોજ, તેઓએ અલગ થવાની જાહેરાત કરી. એક પુત્ર અરહાન ખાન છે, જેનો જન્મ 9 નવેમ્બર 2002ના રોજ થયો હતો.

મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ આત્મહત્યા કરી લીધી છે. મલાઈકાના માતા-પિતા વિશે વાત કરીએ તો જોયસ અને અનિલની મોટી દીકરી મલાઈકાનો જન્મ 23 ઓક્ટોબર 1973ના રોજ થયો હતો. જ્યારે જોયસ અને અનિલની નાની દીકરીનું નામ અમૃતા અરોરા છે. 31 જાન્યુઆરી 1981ના રોજ જન્મેલી અમૃતા અભિનેત્રી પણ છે.

જોયસ અને અનિલની મોટી દીકરી મલાઈકા અરોરાએ 1998માં બોલિવૂડ એક્ટર અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંનેને એક પુત્ર અરહાન ખાન છે.મલાઈકાએ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા, 19 વર્ષ પછી છૂટાછેડા લીધા હતા.

43 વર્ષની અમૃતા અરોરા અભિનેત્રી તરીકે પણ જાણીતી છે. તેણે 2002માં આવેલી ફિલ્મ 'કિતને દૂર કિતને પાસ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. મલાઈકાની નાની બહેન અમૃતાએ 4 માર્ચ 2009ના રોજ શકીલ લડાક સાથે લગ્ન કર્યા હતા. બંનેએ મુસ્લિમ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. હવે અમૃતા અને શકીલ બે પુત્રો રેયાન અને અઝાનના માતા-પિતા છે.

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય કપલમાંથી એક છે. મલાઈકા અને અર્જુને વર્ષ 2019માં ડેટિંગ શરૂ કરી હતી. બંન્નેએ ક્યારે પણ તેના સંબંધો વિશે ખુલાસો કર્યો નથી.

એપ્રિલ 2022માં તેનો મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર અકસ્માત થયો હતો. જ્યારે તેની એક ઇવેન્ટમાંથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે ત્રણ કાર એકબીજા સાથે અથડાઈ હતી. નવી મુંબઈની એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
Published On - 3:28 pm, Wed, 11 September 24