IPL માં ક્રિસ ગેઈલનો રેકોર્ડ જોખમમાં, રાજસ્થાન રોયલ્સનો વૈભવ સૂર્યવંશી રચશે નવો વિક્રમ

ગઈકાલ મંગળવારને 19 મે 2026ના રોજ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) માં, રાજસ્થાન રોયલ્સના ઓપનર વૈભવ સૂર્યવંશીએ કરેલ તોફાની ફટકાબાજીને કારણે, લખનૌ સુપર જાયન્ટ્સે આપેલા 221 રનના મુશ્કેલ લક્ષ્યાંકને સરળ બનાવી નાખ્યો હતો. વૈભવે માત્ર 38 બોલમાં 93 રન ફટકાર્યા હતા. 244.74 ની તોફાની સ્ટ્રાઇક રેટથી રમાયેલી ઇનિંગમાં, વૈભવ સૂર્યવંશીએ 7 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. વૈભવે લખનૌ સુપર જાયન્ટ્સ સામે કરેલ બેટિંગમાં એક એવો વિક્રમ રચી નાખ્યો છે કે 2026ની આઈપીએલમાં તે બીજા કોઈ ભારતીય બેટ્સમેન નોંધાવી શકે તેમ નથી.

| Edited By: | Updated on: May 20, 2026 | 3:11 PM
1 / 5
રાજસ્થાન રોયલ્સની લખનૌ સુપર જાયન્ટસ સામેની મેચમાં 10 છગ્ગા સાથે, વૈભવ સૂર્યવંશી એક જ IPL સિઝનમાં 50 થી વધુ છગ્ગા ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. વૈભવના વર્તમાન ફોર્મને જોતાં, આઈપીએલની એક જ સિઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો ક્રિસ ગેઇલનો રેકોર્ડ પણ તોડી શકે છે. કારણ કે, વૈભવે લખનૌ સામે મંગળવારને 19મી મેના રોજ રમાયેલ મેચ સુધીની આઈપીએલ સિઝનમાં કુલ 53 સિક્સર ફટકારી છે. આઈપીએલની એક સિઝનમાં સૌથી વધુ સિકસર ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેઈલના નામે છે અને તેણે એક વાર નહીં પરંતુ આઈપીએલની ત્રણ-ત્રણ સિઝનમાં સૌથી વધુ સિકસરો ફટકારી છે.

2 / 5
આઈપીએલની સિઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેઈલના નામે છે. 2012ની આઈપીએલ સિઝનમાં ક્રિસ ગેઈલે સૌથી વધુ 59 સિકસર ફટકારી હતી. એટલું જ નહીં 2013ની આઈપીએલ સિઝનમાં પણ ક્રિસ ગેઈલે 51 સિક્સર ફટકારી હતી. તો 2011ની આઈપીએલ સિઝનમાં પણ સૌથી વધુ સિકસર ફટકારવાનો વિક્રમ પણ ક્રિસ ગેઈલના જ નામે છે. 2011ની સિઝનમાં ક્રિસ ગેઈલે 44 સિકસર ફટકારી હતી.

3 / 5
વેસ્ટ ઈન્ડિઝના આન્દ્રે રસેલ પણ સિકસર ફટકારવામા મોખરે રહ્યો છે. 2019ની આઈપીએલ સિઝનમાં આન્દ્રે રસેલે સૌથી વધુ સિકસર ફટકારી હતી. રસેલે 52 સિકસર ફટકારી હતી.

4 / 5
ઈંગ્લેન્ડના તોફાની બેસ્ટમેન જોસ બટલર પણ સિકસર ફટકરવામાં મોખરે રહ્યો છે. 2022ની આઈપીએલ સિઝનમાં સૌથી વધુ સિક્સર જોસ બટલરે ફટકારી હતી. બટલરે 2022ની સિઝનમાં 45 સિકસર ફટકારી હતી.

5 / 5
ગયા વર્ષે રમાયેલ આઈપીએલની સિઝનમાં અભિષેક શર્માએ સૌથી વધુ સિક્સરો મારી હતી. અભિષેક શર્માએ, 2024ની આઈપીએલ સિઝનમાં 42 સિક્સર મારી હતી. આઈપીએલની વિવિધ સિઝનમાં આટલી સિકસર ફટકારનાર અભિષેક શર્મા બીજો ભારતીય ખેલાડી છે. પ્રથમ નબંરે હવે વૈભવ સૂર્યવંશી પહોચ્યો છે. જેણે એક જ સિઝનની 13 મેચમાં 53 સિકસર ફટકારી છે.

Published On - 2:47 pm, Wed, 20 May 26

Follow Us