
ઇન્ફોસિસનું બજાર મૂલ્ય 24,919.58 કરોડ રૂપિયા વધીને 6,14,766.06 કરોડ રૂપિયા થયું અને HDFC બેંકનું બજાર મૂલ્ય 2,907.85 કરોડ રૂપિયા વધીને 14,61,842.17 કરોડ રૂપિયા થયું.

બીજી તરફ, ભારતી એરટેલનું મૂલ્યાંકન ₹41,967.5 કરોડ ઘટીને ₹10,35,274.24 કરોડ થયું અને હિન્દુસ્તાન યુનિલિવરનું ₹10,114.99 કરોડ ઘટીને ₹5,47,830.70 કરોડ થયું. આ સમયગાળા દરમિયાન, બજાજ ફાઇનાન્સ અને ICICI બેંકના બજાર મૂડીકરણમાં પણ ઘટાડો થયો.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સૌથી મૂલ્યવાન કંપનીનો ખિતાબ જાળવી રાખ્યો છે, ત્યારબાદ HDFC બેંક, TCS, ભારતી એરટેલ, ICICI બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ફોસિસ, બજાજ ફાઇનાન્સ, હિન્દુસ્તાન યુનિલિવર અને ITCનો સમાવેશ થાય છે.

બજાર વિશ્લેષકો કહે છે કે 28 એપ્રિલથી શરૂ થતા સપ્તાહમાં ભારતીય શેરબજારોમાં સાવધાનીનું વાતાવરણ રહી શકે છે. ટેકનિકલ સૂચકાંકો અનુસાર, નિફ્ટીમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે, જ્યારે રોકાણકારો કેટલાક સ્થાનિક ક્ષેત્રોમાં રસ જાળવી શકે છે. રોકાણકારો માટે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને સ્થાનિક આર્થિક સૂચકાંકો વચ્ચે સંતુલન જાળવવું પડકારજનક રહેશે. (નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.)