
સરકારી બેંક SBIના શેરની વાત કરીએ તો તે શુક્રવારે 1.86% ઘટીને 843.25 રૂપિયા પર બંધ થયો હતો. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેર રૂ. 834.30ની નીચી સપાટીએ પહોંચ્યો હતો.

તમને જણાવી દઈએ કે સીએસ શેટ્ટીને ઓગસ્ટમાં SBIના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. છેલ્લા એક વર્ષમાં, SBIના શેરના ભાવે સેન્સેક્સના 22% નફાની સરખામણીમાં 47% કરતા વધુ વળતર આપ્યું છે.

બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે શેર માટે 1015 પ્રતિ શેરનો લક્ષ્યાંક રાખ્યો છે. આ સાથે SBIના શેર પર 'બાય' રેટિંગ આપવામાં આવ્યું છે. આનંદ રાઠીના સિનિયર મેનેજર, ટેકનિકલ રિસર્ચ ગણેશ ડોંગરે ક્વાર્ટરના પરિણામો પહેલા ઘટવા પર SBIના શેર ખરીદવાનું સૂચન કરે છે.

બ્રોકરેજનું કહેવું છે કે SBIના શેરમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. આ સ્ટોક પર ડીપ બાય ઓપ્શન છે એટલે કે ઘટાડા પર ખરીદી. સ્ટોક માટે સ્ટોપ લોસ 815ના સ્તરે મૂકવો જોઈએ.

નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.