
બ્રીફકેસની જગ્યાએ લેધર બેગ આવી હતી. 1947માં ભારત આઝાદ થયું પરંતુ બજેટ બોક્સની પરંપરા ચાલુ રહી. 26 નવેમ્બર 1947ના રોજ, સ્વતંત્ર ભારતના પ્રથમ નાણાપ્રધાન સન્મુખમ શેટ્ટીએ પણ બજેટ રજૂ કરવા માટે લાલ ચામડાની બજેટ બ્રીફકેસનો ઉપયોગ કર્યો હતો.

પછી 1998-99ના બજેટ દરમિયાન, નાણાપ્રધાન યશવંત સિન્હાએ સ્ટ્રેપ અને બકલ સાથે કાળા ચામડાની બેગ પ્રચલિત કરી. જ્યારે મનમોહન સિંહે 1991માં પોતાનું પ્રખ્યાત બજેટ રજૂ કર્યું ત્યારે તેમણે સાદી કાળી બેગને પ્રાધાન્ય આપ્યું હતું. આ રીતે ભારતની બજેટ બેગનો રંગ અને આકાર દર વર્ષે બદલાતો રહે છે.

વહિખાતા જુલાઈ 2019માં આવ્યા હતા. આ પછી, જુલાઈ 2019 ના બજેટની નકલ એક અલગ શૈલીમાં આવી જ્યારે નિર્મલા સીતારમણે મોદી 2.0 કાર્યકાળની શરૂઆતમાં પૂર્ણ-સમયના નાણાં પ્રધાન તરીકે પ્રથમ વખત બજેટ રજૂ કર્યું હતું. 2019 માં સીતારમણ તેને લાલ મખમલના કપડામાં લાવ્યા હતા. કપડા પર ભારત સરકારનું પ્રતીક પણ હતું. મુખ્ય આર્થિક સલાહકાર KV સુબ્રમણ્યમે કહ્યું હતું કે આ એક ભારતીય પરંપરા છે. તે પશ્ચિમી વિચારોની ગુલામીમાંથી મુક્તિનું પ્રતીક છે. આ બજેટ નથી પરંતુ લેજર એકાઉન્ટ છે.

હવે ટેબ્લેટમાં બજેટ રજૂ થાય છે. આ પછી 2021નું બજેટ પેપરલેસ હોવાથી તે બજેટ ટેબલેટમાં દેખાયું હતું. બજેટની કોઈ ફિઝિકલ નકલ ન હતી. બજેટ ટેબને બજેટ ખાતા જેવા જ લાલ રંગના કપડામાં લપેટવામાં આવ્યું હતું. આ કપડા પર ભારત સરકારનું પ્રતીક હતું. હવે જોવાનું એ રહે છે કે આ વખતે નાણામંત્રી બજેટના દસ્તાવેજો સાથે સંસદમાં કેવી રીતે આવે છે.