
Aashka Goradia Yoga Studio: ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના અનેક ફેમસ સ્ટાર માત્ર યોગ કરતા નથી પરંતુ અન્ય લોકોને ફીટ રહેવા માટે પોતાનો યોગ સ્ટુડિયો ચલાવે છે. આ સેલિબ્રિટીમાં આશકા ગોરાડિયાનું નામ પણ સૌથી પહેલા આવે છે.

નાગિન અને ક્યોકિ સાસ ભી કભી બહુથી જેવી સીરિયલમાં કામ કરી ચૂકેલી આશકાએ એક્ટિંગમાંથી બ્રેક લઈ યોગની દુનિયામાં એન્ટ્રી કરી છે.

40 વર્ષની આ અભિનેત્રી ખુબ લાંબા સમય પહેલા એક્ટિંગની દુનિયા છોડી હતી. હવે તે એક સક્સેસફુલ બિઝનેસવુમન છે. તે ભારતની સૌથી મોટી બ્યુટી બ્રાન્ડમાંથી એક રેની કોસ્મેટિકની કો ફાઉન્ડર પણ છે.

આશકા ગોરાડિયા પોતાના પતિ બ્રેટ ગોબલની સાથે પોતાનો યોગ સ્ટુડિયો ચલાવે છે.

તેમજ ડિજિટલ પ્લેટફોર્મસ દ્વારા યોગના ક્લાસ કરાવે છે. તે હંમેશા પતિ સાથે યોગનો વીડિયો અને ફિટનેસની જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરે છે.

આશકા ગોરાડિયાએ 2018માં રેની કોસ્મેટિક્સની શરુઆત કરી હતી. આજે તેની બ્રાન્ડની વેલ્યુ 1200 કરોડ રુપિયાથી પણ વધારે છે. આશકા અનેક ટીવી શો બિગ બોસ 6, ઝલક દિખલાજા 4, નચ બલિયે 4, ખતરો કે ખેલાડી 4માં જોવા મળી ચૂકી છે.

યોગ સ્ટુડિયો ચલાવવા સિવાય આશકા હવે 2 બાળકોની માતા પણ છે. આશકાએ 1 ડિસેમ્બર 2017ના રોજ બ્રેટ ગોબલ સાથે લગ્ન કર્યા હતા. હાલમાં મે 2026માં તે બીજી વખત માતા બની છે. તેના બીજા દીકરાનું નામ રિચર્ડ થિયોડોર ગોબલ છે. તેને એક દીકરો પણ છે. જેનું નામ વિલિયમ એલેક્ઝેન્ડર છે.