
ભારતીય ચાહકો માટે આજનો દિવસ ખુબ જ ખાસ રહેવાનો છે. ભારતીય પુરુષ અને મહિલા ટીમ આજે એક્શનમાં હશે. તો ચાલો જોઈએ મેચનું ટાઈમિંગ અને ક્યું સ્થળ રહેવાનું છે.

ભારતીય ક્રિકેટ ચાહકો માટે 13 સપ્ટેમ્બર રવિવારનો દિવસ ધમાકેદાર રહેવાનો છે. આજે ભારત પુરુષ અને મહિલા ટીમ બંને એક સાથે અલગ અલગ મેચમાં એક્શનમાં જોવા મળશે.

ભારતીય પુરુષ ટીમની ટકકર ટી20 સીરિઝની પહેલી મેચ અફઘાનિસ્તાન સામે થશે. તો મહિલા ટીમની ટકકર મહિલા એશિયા કપ 2026ની ફાઈનલમાં શ્રીલંકા સામે થશે. ખાસ વાત એ છે કે, બંને મેચની શરુઆતમાં માત્ર અડધા કલાકનું અંતર છે. ત્યારે બંને ટીમ અલગ અળગ સ્થળ પર એક્શનમાં જોવા મળશે.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પહેલી ટી20 મેચ નવી દિલ્લીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમયઅનુસાર સાંજે 7 30 કલાકે શરુ થશે.

તો મહિલા એશિયા કપમાં ટીમ ઈન્ડિયાની ટકકર શ્રીલંકા સાથે થશે. બંને ટીમ અત્યારસુધી ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી.

આ કારણે બંને વચ્ચે કાંટાની ટકકર જોવા મળશે. આ મેચ દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમયઅનુસાર સાંજે 8 કલાકે શરુ થશે.

ભારત અને શ્રીલંકા વચ્ચેની એશિયા કપ 2026 ની ફાઇનલનું લાઇવ ટેલિકાસ્ટ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે, જ્યારે લાઇવ સ્ટ્રીમિંગ સોનીલીવ એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.