
અફઘાનિસ્તાન વિરુદ્ધ સીરિઝ માટે મંગળવારના રોજ બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. જૂન મહિનામાં ભારત એક ટેસ્ટ મેચ અને 3 વનડે રમશે. ટેસ્ટ અને વનડે ટીમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ વખતે ટીમમાં 4 નવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે.

ટેસ્ટ ટીમ અને વનડે ટીમમાં કુલ4 ખેલાડીઓને તક મળી છે. અફઘાનિસ્તાન વિરુદ્ધ આ સીરિઝમાં કુલ 4 નવા ચેહરાને રમવાની તક મળી છે. જેમાં માનવ સુથાર,ગુરનુર બ્રાર અને હર્ષ દુબે અને પ્રિન્સ યાદવ જેવા ખેલાડીઓ સામેલ છે. હર્ષ દુબે અને ગુરનુર બ્રાર ટેસ્ટ અને વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. પ્રિન્સ યાદવ માત્ર વનડેમાં છે. માનવ સુથાર માત્ર ટેસ્ટ મેચમાં છે.

25 વર્ષીય ગુરનુર બ્રાર પંજાબનો છે અને એક ફાસ્ટ બોલર છે. ગુરનુરને અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને વનડે સીરિઝ બંને માટે ટીમમાં પ્રથમ વખત કોલ-અપ મળ્યો છે. ત્યારબાદ ડિસેમ્બર 2022માં તેમણે રેલવે વિરુદ્ધ ફર્સ્ટ ક્લાસ ડેબ્યુ કર્યું હતુ. આઈપીએલ 2023માં પંજાબ કિંગ્સે તેને રાજા બાવાના રિપ્લેસમેન્ટ કરીકે 20 લાખમાં ટીમમાં સામેલ કર્યો હતો. 2023માં લખનૌ સુપર જાયન્ટસ વિરુદ્ધ ડેબ્યુ કર્યું હતુ. ત્યારબાદ આઈપીએલ 2025 પહેલા ગુજરાત ટાઈટન્સે તેને 1.30 કરોડમાં ખરીદ્યો હતો.

હર્ષ દુબેને પણ અફઘાનિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ અને વનડે બંન્ને માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. હર્ષ દુબે મહારાષ્ટ્રમાંથી આવે છે અને સ્પિન બોલર છે. 2024-25 રણજી ટ્રોફી સીઝનમાં શાનદાર પ્રદર્શન કરી સૌથી વધારે વિકેટ લેનાર બોલરમાં સામેલ રહ્યો. આ સીઝનમાં હર્ષે 69 વિકેટ લીધી હતી.આઈપીએલમાં પોતાના સફરની શરુઆત 2025માં કરી હતી. ત્યારે હૈદરાબાદે 30 લાખમાં રિપ્લેસમેન્ટ કર્યો હતો. આઈપીએલ 2026ની સીઝનમાં રાજસ્થાન રોયલ્સે તેને બ્રેસ પ્રાઈસ પર રિટેન કર્યો છે. હર્ષે આ આઈપીએલ સીઝનમાં 8 મેચમાં 8 વિકેટ લીધી છે.

24 વર્ષનો પ્રિન્સ યાદવ ફાસ્ટ બોલર છે. પ્રિન્સ યાદવને પણ અફઘાનિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. તે દિલ્હી માટે 2 રણજી ટ્રોફી રમી ચૂક્યો છે. વિજય હજારે ટ્રોફીમાં પણ તેમણે શાનદાર પ્રદર્શન કર્યું છે. 6 મેચમાં 11 વિકેટ લઈ દિલ્હીનો સૌથી સફળ બોલર બન્યો હતો. આઈપીએલ 2026 સીઝનમાં પ્રિન્સ યાદવનું પ્રદર્શન શાનદાર રહ્યો છે અને 12 મેચમાં 16 વિકેટ લીધી છે.

માનવ સુથારને પણ અફઘાનિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. માનવ સુથાર રાજસ્થાનથી આવે છે. ઘરેલું ક્રિકેટમાં રાજસ્થાન અને આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સ માટે રમે છે. તે ઓલરાઉન્ડર છે. આઈપીએલ 2025માં ગુજરાતે 30 લાખમાં ખરીદ્યો હતો. આઈપીએલ 2026ની સીઝનમાં બ્રેસ પ્રાઈઝમાં રિટેન કર્યો છે. 2024-26સુધી 3 સીઝનમાં માનવ સુથારે કુલ 5 આઈપીએલ મેચ રમી છે. (All Photo : PTI)