Fuel Crisis Breaking News : LPG કેવી રીતે બને છે? અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે અછત કેમ સર્જાઈ રહી છે? તેનું કનેક્શન જાણો

LPG Gas : LPG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ભારત સહિત ઘણા દેશોમાં લાખો ઘરોમાં રસોઈ માટે LPG સિલિન્ડરનો ઉપયોગ થાય છે. વૈશ્વિક પરિસ્થિતિમાં કોઈપણ ઉથલપાથલ કે તણાવની સીધી અસર LPGના ભાવ પર પડે છે.

| Updated on: Mar 11, 2026 | 9:19 AM
1 / 8
LPG Gas : પશ્ચિમ એશિયા (West Asia) માં વધતા તણાવની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. ઘણા શહેરો હોટલ, રેસ્ટોરન્ટ અને ખાદ્ય વ્યવસાયો દ્વારા ઉપયોગમાં લેવાતા વાણિજ્યિક LPG સિલિન્ડરો માટે પુરવઠામાં અવરોધ અનુભવી રહ્યા છે. ઉદ્યોગ સંગઠનોના જણાવ્યા અનુસાર, આ અસર બેંગલુરુ, મુંબઈ અને ચેન્નાઈમાં અનુભવાઈ રહી છે. આ શહેરોમાં મોટાભાગના રેસ્ટોરન્ટ્સ રોજિંદા રસોઈ માટે વાણિજ્યિક ગેસ પર આધાર રાખે છે, તેથી અછતએ સમસ્યાને વધારી દીધી છે.

2 / 8
7 માર્ચે, LPG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ભારત સહિત ઘણા દેશોમાં લાખો ઘરોમાં રસોઈ માટે LPG સિલિન્ડરનો ઉપયોગ થાય છે. વૈશ્વિક પરિસ્થિતિમાં કોઈપણ ઉથલપાથલ કે તણાવની સીધી અસર LPG ગેસ પર પડે છે. ચાલો સમજાવીએ કે LPG ગેસ કેવી રીતે ઉત્પન્ન થાય છે અને ઊર્જા સમૃદ્ધ ઈરાનને આની સાથે શું લેવાદેવા છે?.

3 / 8
ઘરો માટે ગેસ સપ્લાયને પ્રાથમિકતા આપવામાં આવશે : સરકારે ખાતરી કરી છે કે ઘરેલુ ઉપયોગ માટે LPG સિલિન્ડર સરળતાથી ઉપલબ્ધ રહે. આ જ કારણ છે કે ઘરેલુ ગેસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, પરંતુ તેના પરિણામે ઘણા વિસ્તારોમાં વાણિજ્યિક ઉપયોગ માટે ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ છે.

4 / 8
સરકારે ગેસ ફાળવણીના નિયમોમાં ફેરફાર કર્યા. : પશ્ચિમ એશિયામાં સંઘર્ષના કારને ગેસની આયાત (Imported Gas) માં અવરોધ આવી રહ્યો છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત કુદરતી ગેસ (Natural Gas) માટે વિતરણ ક્રમમાં ફેરફાર કર્યો છે. નવી સિસ્ટમ હેઠળ, LPG ઉત્પાદન, CNG અને પાઇપ્ડ રસોઈ ગેસ (PNG) ને પ્રાથમિકતા આપવામાં આવી છે. સરકારી સૂચના અનુસાર, આ ત્રણેય ક્ષેત્રોની જરૂરિયાતો પહેલા પૂરી કરવામાં આવશે, ત્યારબાદ અન્ય ક્ષેત્રોમાં ગેસનું વિતરણ કરવામાં આવશે.

5 / 8
ભારત દર વર્ષે આશરે 31.3 મિલિયન ટન LPGનો વપરાશ કરે છે. આમાંથી 87% ઘરોમાં રસોઈ માટે વપરાય છે, જ્યારે બાકીનો ઉપયોગ હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય વ્યાપારી સંસ્થાઓમાં થાય છે. ભારતની મોટાભાગની LPG જરૂરિયાતો આયાત દ્વારા પૂર્ણ થાય છે, જેમાં લગભગ 62% ગેસ વિદેશી સ્ત્રોતોમાંથી ખરીદવામાં આવે છે.

6 / 8
LPG ની અછત કેમ થઈ? : તાજેતરમાં અમેરિકા અને ઇઝરાયલે ઇરાન પર હુમલો કર્યો, જેના કારણે હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) દ્વારા તેલ અને ગેસનો પુરવઠો ખોરવાઈ ગયો. આ માર્ગ ભારતના LPG પુરવઠા માટે મહત્વપૂર્ણ છે, કારણ કે ભારતની 85-90% LPG આયાત (જેમ કે સાઉદી અરેબિયાથી) આ માર્ગ દ્વારા થાય છે. જ્યારે આ માર્ગ ખોરવાઈ ગયો, ત્યારે ભારતમાં LPG પુરવઠો પહોંચવો મુશ્કેલ બન્યો અને કેટલાક સ્થળોએ અચાનક વાણિજ્યિક LPGની અછતનો અનુભવ થયો.

7 / 8
ખેડૂતો અને ખાદ્ય સુરક્ષા પર સરકારનું ધ્યાન : સરકારે માત્ર રસોડા જ નહીં, પણ ખેતરોની પણ ચિંતા કરી છે. ગેસની અછત વચ્ચે ફર્ટિલાઈઝર (ખાતર) ઉત્પાદનને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે ગેસની અછતને લીધે ખાતરનું ઉત્પાદન ન અટકે અને ખેડૂતોને મુશ્કેલી ન પડે, જેથી દેશની ખાદ્ય સુરક્ષા જળવાઈ રહે.

8 / 8
LPG ખરેખર બને છે કેવી રીતે? ઘણીવાર આપણે એ ભૂલી જઈએ છીએ કે સિલિન્ડરમાં રહેલો ગેસ કુદરતમાંથી સીધો એ જ સ્વરૂપમાં નથી મળતો. વૈજ્ઞાનિક રીતે LPG (લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ) એ મુખ્યત્વે પ્રોપેન (Propane) અને બ્યુટેન (Butane) નું મિશ્રણ છે. જ્યારે રિફાઈનરીમાં ક્રૂડ ઓઈલ (કાચું તેલ) શુદ્ધ કરવામાં આવે છે અથવા નેચરલ ગેસનું પ્રોસેસિંગ થાય છે, ત્યારે આ ગેસ છૂટા પડે છે. આ ગેસને ઊંચા દબાણે (high pressure) પ્રવાહીમાં ફેરવીને સિલિન્ડરમાં ભરવામાં આવે છે. 
Credits: Getty Images

LPG ખરેખર બને છે કેવી રીતે? ઘણીવાર આપણે એ ભૂલી જઈએ છીએ કે સિલિન્ડરમાં રહેલો ગેસ કુદરતમાંથી સીધો એ જ સ્વરૂપમાં નથી મળતો. વૈજ્ઞાનિક રીતે LPG (લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ) એ મુખ્યત્વે પ્રોપેન (Propane) અને બ્યુટેન (Butane) નું મિશ્રણ છે. જ્યારે રિફાઈનરીમાં ક્રૂડ ઓઈલ (કાચું તેલ) શુદ્ધ કરવામાં આવે છે અથવા નેચરલ ગેસનું પ્રોસેસિંગ થાય છે, ત્યારે આ ગેસ છૂટા પડે છે. આ ગેસને ઊંચા દબાણે (high pressure) પ્રવાહીમાં ફેરવીને સિલિન્ડરમાં ભરવામાં આવે છે. Credits: Getty Images