
31 મેના રોજ અમદાવાદમાં આઈપીએલ 2026ની ફાઈનલ રમાશે. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરું અને ગુજરાત ટાઈટન્સની ટીમ આમને-સામને થવા જઈ રહી છે. આ મેચમાં બેંગ્લુરુના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલ પર બધાની નજર રહેવાની છે.

આઈપીએલમાં અનેક વખત બંન્ને ટીમ આમને-સામને થઈ છે પરંતુ બંન્નેમાંથી કોને એકબીજા સામે વધારે રન બનાવ્યા છે. એ જાણવું પણ જરુરી છે. કોને રેકોર્ડ શાનદાર છે.

વિરાટ કોહલી અને શુભમન ગિલે આ આઈપીએલ સીઝનમાં ખુબ રન બનાવ્યા છે. પરંતુ એકબીજાની ટીમ વિરુદ્ધનું પ્રદર્શન એક જેવું નથી. આ મામલે વિરાટ કોહલીનું પલડું ભારે છે. જ્યારે ગિલનો આંકડો થોડો નબળો છે.

વિરાટ કોહલીએ ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ 9 ઈનિગ્સમાં 503 રન બનાવ્યા છે. તેની સરેરાશ 71.58 છે અને સ્ટ્રાઈક રેટ 153.82 છે. વિરાટ કોહલીએ 1 સદી અને 4 અડધી સદી ફટકારી છે.

તો ગિલે કેકેઆર અને ગુજરાત ટાઈટન્સની દ્વારા રમતા કુલ 17 ઈનિગ્સમાં 395 રન બનાવ્યા છે. તેની સરેરાશ 28.21 છે અને સ્ટ્રાઈક રેટ 140.56ની રહી છે. તેમણે 1 સદી પણ ફટકારી છે.

સપ્રદ વાત તો એ છે કે, વિરાટ કોહલી અને શુભમન ગિલે એક જ મેચમાં સદી ફટકારી હતી. બેંગ્લુરું અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આઈપીએલ 2023ની મેચમાં વિરાટ કોહલીએ 101 રનની ઈનિગ્સ રમી હતી. ગિલે 104 રન બનાવી ટીમને જીતાડી હતી. (ALL PHOTO : PTI)