
આઈપીએલ 2026માં પોતાની બેટિંગથી ધમાલ મચાવનાર વૈભવ સૂર્યવંશી હાલમાં ક્રિકેટથી લઈ સોશિયલ મીડિયા પર છવાયો છે. તેના ચાહકો ખુબ મોટી સંખ્યામાં છે. તેને આઈપીએલ 2026માં સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ઈનામ તરીકે 25 લાખ રુપિયાની ટાટા સિએરા કાર મળી છે.

ઈનામમાં મળેલી ચમચમાતી કાર મળ્યા બાદ વૈભવ સૂર્યવંશી ચલાવી શકશે નહી.

ભારતમાં એક કાયદો છે. જેના કારણે વૈભવ સૂર્યવંશી ખુદ આઈપીએલ 2026માં જીતેલી 25 લાખની કાર ડ્રાઈવ કરી શકશે નહી. જાણો કેમ

આની પાછળ કારણ રસપ્રદ છે. વૈભવ સૂર્યવંશીની ઉંમર માત્ર 15 વર્ષ છે. ભારતના નિયમો મુજબ કાનુન રુપે ગાડી ચલાવવા માટે ડ્રાઈવિંગ લાઈસન્સની જરુર પડે છે. જે 18 વર્ષની ઉંમર બાદ મળે છે.

ભારતમાં 18 વર્ષથી ઓછી ઉંમરમાં મોટર અથવા બાઈક ચલાવવું કાનુની રુપથી ગુનો છે.

આ કારણે આઈપીએલમાં દિગ્ગજ બોલરોને ધુળ ચટાવનાર વૈભવ સૂર્યવંશી કાર ડ્રાઈવ કરી શકશે નહી. ડ્રાઈવિંગ સીટ પર બેસવા માટે 3 વર્ષ રાહ જોવી પડશે. (ALL Photo : PTI)
Published On - 11:32 am, Mon, 1 June 26