Breaking News: IPL 2026માં હૈદરાબાદનો દબદબો, અભિષેકને ઓરેન્જ કેપ, મલિંગાને પર્પલ કિંગનો તાજ

IPL 2026માં મુંબઈ ઇન્ડિયન્સ સામેના મેચ બાદ ઓરેન્જ અને પર્પલ કેપની રેસમાં મોટો ફેરફાર થયો છે. હવે બંને કેપ પર સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓનો કબ્જો છે.

| Updated on: Apr 30, 2026 | 8:48 AM
1 / 9
IPL 2026નો સીઝન જેમ આગળ વધી રહ્યો છે, તેમ ટૂર્નામેન્ટ વધુ રોમાંચક બની રહી છે. તાજેતરમાં રમાયેલા સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેના મુકાબલાએ માત્ર મેચનું પરિણામ જ નહીં, પણ ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસમાં પણ મોટો ફેરફાર કર્યો છે. આ મેચ પછી બંને મહત્વપૂર્ણ કેપ હવે સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓ પાસે પહોંચી ગઈ છે. (Image Credit Source: PTI)

2 / 9
અભિષેક શર્માએ પોતાની શાનદાર બેટિંગથી ઓરેન્જ કેપ પર કબ્જો કર્યો છે. મેચ પહેલાં તેઓ રન રેસમાં બીજા ક્રમે હતા, પરંતુ મુંબઈ સામેની ઈનિંગ્સ પછી તેઓ ટોપ સ્થાને પહોંચી ગયા છે. (Image Credit Source: PTI)

3 / 9
IPL 2026 સીઝનમાં અભિષેક શર્માએ 9 મેચમાં 425 રન બનાવીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. (Image Credit Source: PTI)

4 / 9
તેમની પાછળ ટીમના જ સાથી હેનરિક ક્લાસેન છે, જેમણે 9 મેચમાં 414 રન બનાવ્યા છે. (Image Credit Source: PTI)

5 / 9
રાજસ્થાન રોયલ્સના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી હવે 400 રન સાથે ત્રીજા સ્થાન પર ખસ્યા છે. (Image Credit Source: PTI)

6 / 9
બીજી તરફ, પર્પલ કેપની રેસમાં ઈશાન મલિંગાએ કમાલ કરી છે. તેમણે 9 મેચોમાં 15 વિકેટ લઈને પર્પલ કેપ પોતાના નામે કરી છે. તેમની બોલિંગમાં સતત અસરકારકતા જોવા મળી રહી છે, જે ટીમ માટે મોટી શક્તિ બની છે. (Image Credit Source: PTI)

7 / 9
ભુવનેશ્વર કુમાર 14 વિકેટ સાથે બીજા ક્રમે છે, જ્યારે જોફ્રા આર્ચર અને અંશુલ કંબોજ પણ 14 વિકેટ સાથે રેસમાં છે. (Image Credit Source: PTI)

8 / 9
આ સિઝનમાં હૈદરાબાદની ટીમનું પ્રદર્શન ખૂબ જ મજબૂત રહ્યું છે. બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં ખેલાડીઓનું યોગદાન ટીમને આગળ લઈ જઈ રહ્યું છે. જો આ જ ફોર્મ ચાલુ રહે, તો SRH માટે આ સીઝન ખૂબ યાદગાર બની શકે છે. (Image Credit Source: PTI)

9 / 9
આગામી મેચોમાં હવે નજર રહેશે કે શું અભિષેક અને મલિંગા પોતાની કેપ જાળવી શકશે કે નહીં, કારણ કે સ્પર્ધા હજી પણ ખૂબ જ કઠિન છે. (Image Credit Source: PTI)

Follow Us