
ગૌતમ ગંભીરના જણાવ્યા અનુસાર, કોઈ ખેલાડી ત્રણ-ચાર મેચમાં ખરાબ પ્રદર્શન કરે તો તેનો અર્થ એ નથી કે તે ખેલાડી ફ્લોપ છે. જે ટીમ સતત અપરાજિત રહીને વર્લ્ડ કપ જીતી ચૂકી છે, તેના મહત્વના ખેલાડીઓને માત્ર એક સિરીઝની નિષ્ફળતાના આધારે અચાનક ટીમમાંથી બહાર કરી શકાય નહીં. (Image Source | PTI)

સંજૂ સેમસને પણ કોચના આ વિશ્વાસને સાચો સાબિત કર્યો છે. તેણે અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચમાં બે અડધી સદી મારીને કુલ 117 રન બનાવ્યા અને ફરી પોતાની લય મેળવી છે. (Image Source | PTI)

વૈભવ સૂર્યવંશીની પ્રતિભા અંગે વાત કરતાં ગૌતમ ગંભીરએ કહ્યું કે તેની ટેલેન્ટ અંગે કોઈને શંકા નથી, પરંતુ સિનિયર ખેલાડીઓની હાજરીમાં તેણે ધીરજ રાખવી પડશે. (Image Source | PTI)

ગંભીરએ સ્પષ્ટ કહ્યું, “વૈભવ સાથે અમારી વાતચીત એકદમ સ્પષ્ટ રહી છે કે તેણે પોતાની તકની રાહ જોવી પડશે. આપણે બધા જાણીએ છે કે તેનામાં કેટલી પ્રતિભા છે અને તે શું કરી શકે છે. પરંતુ જે ખેલાડીએ વર્ષો સુધી સતત પ્રદર્શન કર્યું છે, તે હંમેશા નવા ખેલાડીથી આગળ રહેશે.” (Image Source | PTI)

ગૌતમ ગંભીરએ વધુમાં વિશ્વાસ અપાવ્યો કે જ્યારે પણ વૈભવને તક મળશે, ત્યારે તેને ટીમમાં લાંબો સમય આપવામાં આવશે, જેથી તે પોતાને સાબિત કરી શકે. (Image Source | PTI)

કોચે આગળ કહ્યું કે ભારતીય ક્રિકેટની ખાસિયત એ છે કે ડ્રેસિંગ રૂમમાં સ્પર્ધા અને શાનદાર પ્રતિભા જોવા મળે છે. ખેલાડી 15 વર્ષનો હોય કે 30 વર્ષનો, દરેક વ્યક્તિએ પોતાની તકની રાહ જોવી પડે છે. (Image Source | PTI)

અફઘાનિસ્તાન સામેની સિરીઝમાં બહાર રહ્યા બાદ હવે ક્રિકેટ ચાહકોની નજર આગામી જાપાન T20 આંતરરાષ્ટ્રીય સિરીઝ અને એશિયન ગેમ્સ પર છે. જ્યાં યુવા વૈભવ સૂર્યવંશીને મેદાન પર પોતાની પ્રતિભા બતાવવાની તક મળી શકે છે. (Image Source | PTI)