Breaking News : વાઇબ્રન્ટ ગુજરાત પહેલાં જાપાનથી મોટા સમાચાર! સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રોમાં ગુજરાતનો વાગશે ડંકો, હર્ષ સંઘવીએ રોકાણકારો સાથે કરી બેઠક

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાપાનના ઓસાકામાં અગ્રણી ઉદ્યોગપતિઓ અને રોકાણકારો સાથે બેઠક યોજી હતી. સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે ગુજરાતમાં રોકાણ વધારવા તથા ગુજરાત-જાપાન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા ચર્ચા કરવામાં આવી હતી.

| Updated on: Oct 20, 2026 | 10:28 AM
1 / 8
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે જાપાનના પ્રવાસે છે. ઓસાકા ખાતે તેમણે જાપાનના અગ્રણી ઉદ્યોગપતિઓ અને રોકાણકારો સાથે ઉચ્ચસ્તરીય ઇન્વેસ્ટ ઇન ગુજરાત રાઉન્ડટેબલ બેઠક યોજી હતી. (Image Source | X @sanghaviharsh)

2 / 8
બેઠક દરમિયાન ગુજરાત અને જાપાન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા તેમજ રાજ્યમાં રોકાણની નવી તકો ઊભી કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. (Image Source | X @sanghaviharsh)

3 / 8
હર્ષ સંઘવીએ જાપાનના ઉદ્યોગપતિઓને સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી અને ઇલેક્ટ્રોનિક્સ સહિતનાં ઉભરતાં ક્ષેત્રોમાં ગુજરાતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. (Image Source | X @sanghaviharsh)

4 / 8
તેમણે જણાવ્યું હતું કે, “ગુજરાત એટલે સ્પીડ, સ્કેલ અને સ્ટેબિલિટી.” જાપાનની અત્યાધુનિક ટેક્નોલોજી અને ગુજરાતની શ્રેષ્ઠ પ્રતિભા સાથે મળીને વૈશ્વિક સ્તરે નેતૃત્વ પૂરું પાડી શકે છે. (Image Source | X @sanghaviharsh)

5 / 8
જાપાન પ્રવાસ દરમિયાન હર્ષ સંઘવીએ ગુજરાતના પ્રતિનિધિમંડળ સાથે ઓસાકાના સ્ટાર્ટઅપ અને ઇનોવેશન હબ નોલેજ કેપિટલની મુલાકાત પણ લીધી હતી. (Image Source | X @sanghaviharsh)

6 / 8
તેમણે જાપાનમાં EDP Corporation અને Sysmex Corporation ના પ્રતિનિધિઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજી હતી. આ બેઠકોમાં રોકાણની નવી તકો, વ્યૂહાત્મક ભાગીદારી અને ગુજરાત સાથેના વ્યાપારી સંબંધો મજબૂત કરવા અંગે ચર્ચા થઈ હતી. (Image Source | X @sanghaviharsh)

7 / 8
આ ઉપરાંત, ઓસાકામાં Mizuno India Pvt. Ltd. અને Air Water ના પ્રતિનિધિઓ સાથે પણ મુલાકાત કરી હતી. NTN Bearings India Pvt. Ltd. અને Kishida Chemicals સાથેની બેઠકોમાં ઔદ્યોગિક ભાગીદારી તથા ગુજરાતમાં રોકાણની સંભાવનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. (Image Source | X @sanghaviharsh)

8 / 8
આ બેઠકો અને રાઉન્ડટેબલ ચર્ચા દ્વારા ગુજરાત અને જાપાન વચ્ચે આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવા તથા નવા રોકાણ આકર્ષવા તરફ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં આ સંપર્કો રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ અને રોજગારીની નવી તકો ઊભી કરવામાં મદદરૂપ બની શકે છે. (Image Source | X @sanghaviharsh)

Follow Us
Loading...
Unable to load recommendations.