
20મી એશિયન ગેમ્સ 2026માં પુરુષ ક્રિકેટની બીજી ક્વાર્ટર ફાઈનલ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. પરંતુ આ મેચ રમાશે કે નહી તેના પર હજુ સસ્પેન્સ છે. આ મેચ પર સંકટના વાદળો જોવા મળી રહ્યા છે. જેના કારણે મેચ રદ થવાનો ડર છે.

હવે સવાલ એ છે કે, ભારત -અફઘાનિસ્તાન પર સંકટના કાળા વાદળો કેમ જોવા મળી રહ્યા છે. તો તેનો જવાબ છે વરસાદ. તેના કારણે હોન્ગ કોંગ વચ્ચે રમાયેલી પહેલી ક્વાર્ટર ફાઈનલ પણ રદ થઈ હતી.

ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ આજે એટલે કે 28 સપ્ટેમ્બરથી એશિયન ગેમ્સ 2026 માં પોતાના અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે. હવે એ ડર છે કે, ભારત-અફઘાનિસ્તાન વચ્ચે બીજી ક્વાર્ટર ફાઈનલ પણ વરસાદના કારણે રદ ન થાય.

બીજો સવાલ એ પણ છે કે , ભારત-અફઘાનિસ્તાન વચ્ચે પુરુષ ક્રિકેટની ક્વાર્ટર ફાઈનલ મેચ રદ થાય છે તો. એશિયન ગેમ્સ 2026ની સેમિફાઈનલની ટિકિટ કોને મળશે. તેમજ કેવી રીતે. આ મોટા સવાલનો જવાબ ટીમ ઈન્ડિયા છે.

એશિયન ગેમ્સ ક્રિકેટના નિયમો અનુસાર જો મેચ રદ થાય છે. તો જે પણ ટીમ આઈસીસી ટી20ના રેકિંગમાં સારી હોય. તેને સેમિફાઈનલની ટિકિટ મળે છે. ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ આ મામલે અફઘાનિસ્તાનથી ખુબ આગળ છે. ટુંકમાં ટીમ ઈન્ડિયાનું સેમિફાઈનલમાં રમવું નક્કી છે.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ક્વાર્ટર ફાઈનલ રમાડવાનું સંપૂર્ણ પ્રયત્ન છે. આ સફળતા ત્યારે મળશે. જ્યારે વરસાદ વિરામ લે. જો વરસાદ બંધ નહી થાય તો એશિયન ગેમ્સમાં પુરુષ ક્રિકેટ ટીમમાં ટીમ ઈન્ડિયાને રમતી જોવા માટે 1 ઓક્ટમ્બરની રાહ જોવી પડશે.

ક્વાર્ટર ફાઇનલમાં ભારતનો મુકાબલો અફઘાનિસ્તાન સામે થશે.

કેપ્ટન શ્રેયસ ઐયરના નેતૃત્વમાં, ભારતીય ટીમ મહિલા ટીમના પ્રદર્શનનું પુનરાવર્તન કરીને ગોલ્ડ મેડલ જીતવાનો લક્ષ્ય રાખે છે. (photo : team idnia)
Published On - 9:25 am, Mon, 28 September 26