Breaking News : Amber Enterprisesને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટી રાહત, જાણો A ટુ Z માહિતી

ગુજરાત હાઈકોર્ટના સ્ટે ઓર્ડરથી Amber Enterprises સામેની કસ્ટમ કાર્યવાહી અટકી, કંપની અને શેરહોલ્ડર્સને ટૂંકા ગાળાની મોટી રાહત....

| Updated on: Jan 22, 2026 | 4:19 PM
1 / 6
Amber Enterprises India Limitedને કસ્ટમ વિભાગ સાથે જોડાયેલા મામલે ગુજરાત હાઈકોર્ટથી મહત્વની રાહત મળી છે. હાઈકોર્ટે કસ્ટમ વિભાગ દ્વારા જારી કરાયેલા શો કોઝ નોટિસને આધારે ચાલી રહેલી તમામ કાર્યવાહી પર આગામી સુનાવણી સુધી સ્ટે લગાવ્યો છે. આ આદેશ 19 જાન્યુઆરી 2026ના રોજ આપવામાં આવ્યો હતો અને કંપનીને 20 જાન્યુઆરી 2026ના રોજ પ્રાપ્ત થયો હતો.

2 / 6
કસ્ટમ વિભાગે Amber Enterprises સામે શો કોઝ નોટિસ જાહેર કરી હતી. આ નોટિસ માર્ચ 2020થી ડિસેમ્બર 2023 દરમિયાન કંપની દ્વારા કરાયેલા કેટલાક આયાત સાથે સંકળાયેલ છે. વિભાગનો આરોપ હતો કે કંપનીએ પ્રેફરેનશિયલ ડ્યુટીનો લાભ લીધો છે અને તેના માટે રજૂ કરાયેલા દસ્તાવેજોની યોગ્ય તપાસ કરવામાં આવી નથી.

3 / 6
કંપનીનો પક્ષ અને કોર્ટની નોંધ : Amber Enterprisesએ આ નોટિસને કાયદા વિરુદ્ધ ગણાવી હતી અને ગુજરાત હાઈકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે નોંધ્યું કે કસ્ટમ વિભાગે નોટિસ આપતા પહેલા કાયદા મુજબ જરૂરી વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી નથી. આ કારણે કોર્ટએ કાર્યવાહી પર સ્ટે આપવાનો નિર્ણય કર્યો.

4 / 6
હાઈકોર્ટનો આદેશ : ગુજરાત હાઈકોર્ટે 19 જાન્યુઆરી 2026ના રોજ આપેલા આદેશમાં શો કોઝ નોટિસને આધારે થતી તમામ કાર્યવાહી પર રોક લગાવી છે. હાલ કસ્ટમ વિભાગ કંપની સામે કોઈ આગળની કાર્યવાહી કરી શકશે નહીં. કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતી મુજબ, આ મામલે હાલ કોઈ દંડ કે નાણાકીય અસર નથી.

5 / 6
દસ્તાવેજ આધાર : આ સમાચાર કંપની દ્વારા સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી અધિકૃત જાણકારી અને ગુજરાત હાઈકોર્ટના સ્ટે ઓર્ડર આધારિત છે. આ અંગેનો અધિકૃત ખુલાસો અને કોર્ટ ઓર્ડર સંબંધિત વિગતો જોડાયેલા PDF દસ્તાવેજમાં આપવામાં આવી છે.

6 / 6
શેરહોલ્ડર્સ પર શું અસર પડશે? : ગુજરાત હાઈકોર્ટના સ્ટે ઓર્ડરથી Amber Enterprisesના શેરહોલ્ડર્સ માટે ટૂંકા ગાળામાં રાહતની સ્થિતિ સર્જાઈ છે. કંપની સામે ચાલી રહેલી કાયદાકીય કાર્યવાહી પર રોક લાગવાથી હાલ કોઈ મોટો દંડ અથવા નાણાકીય ભાર આવવાનો જોખમ ટળ્યો છે. આ ઓર્ડરથી બજારમાં કંપની અંગે અનિશ્ચિતતા ઘટે છે અને રોકાણકારોના વિશ્વાસ પર સકારાત્મક અસર પડી શકે છે. જોકે, કેસનો અંતિમ નિર્ણય હાઈકોર્ટની આગામી સુનાવણી પર નિર્ભર રહેશે, તેથી શેરહોલ્ડર્સ માટે આગળની કાર્યવાહી અને કોર્ટના આગામી આદેશ પર નજર રાખવી મહત્વપૂર્ણ રહેશે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)