
ભારતે પાકિસ્તાન વિરુદ્ધ 59 ટેસ્ટમાં 10 વખત 500થી વધારે રન બનાવ્યા છે. આ આંકડો મોટો થઈ શકતો હતો પરંતુ હવે બંને ટીમો એકબીજા વિરુદ્ધ ટેસ્ટ મેચ રમતી નથી.

ભારતે વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ 12 વખત 500થી વધારે રનનો સ્કોર કર્યો છે. આ કમાલ ટીમ ઈન્ડિયાએ 102 ટેસ્ટ મેચમાં કર્યું છે.

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમે 141 મેચમાં 13 વખત 500થી વધારે રનનો આંકડો પાર કર્યો છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયા માટે 500નો આંકડો પાર કરવો સરળ ન હતો.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતીય ટીમે 112 મેચમાં 17 વખત 500થી વધારે રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા જેવી મજબુત ટીમ વિરુદ્ધ ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન સારું રહ્યું છે.

ટીમ ઈન્ડિયાએ સૌથી ઓછી મેચમાં 17 વખત 500થી વધારે રનનો આંકડો શ્રીલંકા વિરુદ્ધ છે.

શ્રીલંકા વિરુદ્ધ ટીમ ઈન્ડિયાએ માત્ર 48 ટેસ્ટ મેચમાં આ કામ કર્યું છે. (All Photo : PTI)