IND vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચ ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકશો જાણો

|

Dec 23, 2024 | 12:47 PM

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચ મેલબર્નમાં 26 ડિસેમ્બરના રોજ રમાશે. તો જાણો તમે ક્યારે અને ક્યાં ચોથી મેચનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકશો.

1 / 6
ટીમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે. જ્યાં બંન્ને ટીમ વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 5 મેચની ટેસ્ટ સીરિઝ રમાય રહી છે. સીરિઝની 3 મેચ રમાઈ ચૂકી છે.હવે સીરિઝની ચોથી બોક્સિંગ ડે -ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરના રોજ મેલબોર્નમાં રમાશે.

2 / 6
અત્યારસુધી સીરિઝમાં 3 મેચ રમાઈ ચૂકી છે અને ત્રણે મેચ અલગ અલગ સમય પર રમાઈ હતી. હવે ચોથી ટેસ્ટ મેચ નવા સમય પર શરુ થશે. જેના કારણે ભારતીય ચાહકોએ પોતાની ઉંઘ ખરાબ કરવી પડી શકે છે.મેલબોર્નમાં ચોથી ટેસ્ટ મેચ ભારતીય સમયઅનુસાર સવારે 5 કલાકે શરુ થશે.

3 / 6
આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ હોટસ્ટાર એપ પર કરવામાં આવશે. આ સિવાય સ્ટાર સ્પોર્ટસ પર મેચનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. જો તમે રમતગમતના સમાચાર વાંચવા માંગો છે કે, મેચની લાઈવ જાણકારી મેળવવા માંગો છો તો તમે ટીવી 9 ગુજરાતીની વેબસાઈટ પર વાંચી શકો છો.

4 / 6
હાલમાં સિરીઝ 1-1ના બરાબર પર છે.ત્રીજી મેચ ગાબામાં રમાઈ હતી. બીજી મેચ વરસાદના કારણે ડ્રો રહી હતી. હવે ચોથી ટેસ્ટ મેચ જીતી બંન્ને ટીમ સીરિઝમાં 2-1ની લીડ મેળવવા માંગશે. ચોથી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયની ટીમમાં બદલાવ પણ જોવા મળી શકે છે.

5 / 6
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારતનું પલડું ઓસ્ટ્રેલિયા પર ભારી છે. છેલ્લા 10 વર્ષમાં ટેસ્ટમાં આ ગ્રાઉન્ડ ભારત માટે સારું રહ્યું છે.હાલમાં એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે, ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઈજાગ્રસ્ત છે.  રોહિત શર્મા ઈજાગ્રસ્ત છે એ ભારત માટે સારા સમાચાર નથી.

6 / 6
 મેલબોર્ન ટેસ્ટમાં ચાહકોની નજર અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા પર રહેશે. કિંગ કોહલીના બેટમાંથી આ સીરિઝમાં એક સદી પણ આવી ચુકી છે. પરંતુ કેપ્ટન રોહિત શર્મા ફ્લોપ જોવા મળ્યો છે.ટીમ ઈન્ડિયા મેલબોર્નમાં રમાનારી સીરિઝની ચોથી ટેસ્ટમાં જીત મેળવી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલમાં જવાની આશા છે.

Published On - 12:44 pm, Mon, 23 December 24

Next Photo Gallery