
22 ઓગસ્ટ 1965ના રોજ જન્મેલી માના શેટ્ટી સુનિલ શેટ્ટીની પત્ની છે, પરંતુ તેમણે પોતાના માટે એક અલગ સ્થાન બનાવ્યું છે. "બ્યુટી વિથ બ્રેઇન્સ" તરીકે જાણીતી, માના શેટ્ટી કોઈ સુપરવુમનથી ઓછી નથી.

તે માત્ર એક સફળ ઉદ્યોગપતિ જ નથી, પરંતુ એક સામાજિક કાર્યકર અને રિયલ એસ્ટેટ ક્વીન પણ છે. આજે અમે તમને માનાની લવ સ્ટોરી અને પરિવાર વિશે વાત કરીશું.

માના શેટ્ટીનો પરિવાર જુઓ

સુનીલ અને માનાની લવ સ્ટોરી બોલિવૂડમાં હંમેશા ચર્ચામાં રહી છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માના, જેનું સાચું નામ મોનિષા કાદરી છે, તે એક મુસ્લિમ પરિવારમાંથી આવે છે. તેના પિતા એક ગુજરાતી મુસ્લિમ આર્કિટેક્ટ હતા અને તેની માતા એક પંજાબી સામાજિક કાર્યકર હતી.

સાંસ્કૃતિક તફાવતો હોવા છતાં, તેમનો પ્રેમ મજબૂત રહ્યો. શરૂઆતમાં, સુનીલના માતાપિતા લગ્નને મંજૂરી આપવા માટે તૈયાર ન હતા, પરંતુ સુનીલે માના સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. વર્ષોના પ્રેમસંબંધ પછી, આ દંપતીએ 1991માં લગ્ન કર્યા.

સુનીલ શેટ્ટીની પત્ની હોવા ઉપરાંત, માના શેટ્ટીએ પોતાની એક અનોખી ઓળખ પણ બનાવી છે. તે વિવિધ સામાજિક કાર્યોમાં સક્રિય છે અને પોતાનો રિયલ એસ્ટેટ વ્યવસાય ચલાવે છે.

આ દંપતીને બે બાળકો છે. પુત્ર અહાન શેટ્ટી અને પુત્રી અથિયા શેટ્ટી. અહને 2021 માં ફિલ્મ "તડપ" થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેમજ "બોર્ડર 2" માં જોવા મળ્યો છે.

અથિયાએ "હીરો" અને "મોતીચૂર ચકનાચૂર" જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. અથિયાએ ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્ન કર્યા છે. આથિયા અને કે.એલ રાહુલ એક દીકરીના માતા-પિતા છે.

માના શેટ્ટીની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેમના પત્નીનું નામ સુનીલ શેટ્ટી છે. સુનીલ શેટ્ટી અને માના શેટ્ટીની લવસ્ટોરી પણ ખૂબ જ રસપ્રદ છે. અભિનેતાએ માનાને એક પેસ્ટ્રી શોપ પર જોઈ હતી.

જ્યાં તે ઘણીવાર તેના મિત્રો સાથે જતો હતો. માના સાથે ફેન્ડશીપ કરવા માટે, અન્નાએ તેની બહેન સાથે મિત્રતા કરી.

નીલ શેટ્ટી અને માનાને તેમના પરિવારોને એકબીજા સાથે લગ્ન કરવા માટે મનાવવામાં લગભગ નવ વર્ષ લાગ્યા. તેમણે 25 ડિસેમ્બર, 1991 ના રોજ લગ્ન કર્યા.