
વિરભદ્રાસન : આ આસન કરવા માટે સૌથી પહેલા યોગ મેટ પર સીધા ઉભા રહો. હવે તમારા બંને પગ વચ્ચે 2-3 ફૂટનું અંતર રાખો. હવે બંને હાથને ખભાની સમાંતર રાખો. પછી તમારા જમણા પગને 90 ડિગ્રીના ખૂણા પર ફેરવો. એટલે કે ઘૂંટણ વાળો અને તળિયાને જમીન પર રાખો. ડાબા પગને પાછળની તરફ ખેંચો.આ સ્થિતિમાં 50-60 સેકન્ડ સુધી થોભો. પછી શરુઆતની સ્થિતિમાં આવો. તમે આ પ્રક્રિયા 3-5 વખત કરી શકો છો.

સેતુબંધાસન : આ આસન કરવા માટે જમીન પર પીઠ પર સૂઈ જાઓ. હવે તમારા ઘૂંટણને વાળો અને તળિયાને જમીન પર રાખો. તમારા બંને હાથ વડે તમારા પગની એડી પકડી રાખો. શ્વાસ લેતી વખતે ધીમે ધીમે તમારા શરીરને ઉંચુ કરો. 30 સેકન્ડ સુધી આ મુદ્રામાં રહો. આ પછી શ્વાસ બહાર કાઢો અને પ્રારંભિક સ્થિતિમાં આવો.