
બલ્ગેરિયાના રહસ્યમય અને દૃષ્ટિહીન ભવિષ્યવક્તા બાબા વેંગા પોતાની ચોંકાવનારી ભવિષ્યવાણીઓ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. આમ તો, તેમની ભવિષ્યવાણીઓનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી પરંતુ વર્ષ 2026ને લઈને તેમની સાથે જોડાયેલા દાવાઓએ નિષ્ણાતો તેમજ સામાન્ય લોકોની ચિંતા વધારી દીધી છે.

1. નોકરીઓ પર AI કરી શકે છે 'એટેક': એવું માનવામાં આવે છે કે, બાબા વેંગાએ એક એવા યુગ તરફ ઈશારો કર્યો હતો, જ્યાં 'મશીની દિમાગ' માણસોની જગ્યા લેશે. આ સમયગાળામાં હવે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) નો પ્રભાવ પણ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. બસ આના કારણે ઘણા સેક્ટરમાં નોકરીઓ ખતમ થવાની અને આર્થિક માળખામાં મોટા ફેરફારોની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

2. 'તાંબુ' બનશે 'નવું સોનું': વધુમાં વર્ષ 2026માં સોના-ચાંદીની સાથે તાંબાના ભાવમાં પણ મોટો ઉછાળો આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તાંબુ એટલું મોંઘું અને દુર્લભ થઈ જશે કે, તેને 'નવું સોનું' કહેવામાં આવશે.

3. ગ્લોબલ બેંકિંગ સિસ્ટમમાં આવી શકે છે 'મોટી આફત': ત્રીજું મોટું એલર્ટ નાણાકીય કટોકટી (Financial Crisis) અંગે આપવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે, વર્ષ 2026માં એક મોટું આર્થિક સંકટ આવી શકે છે. એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે, બેંકિંગ સિસ્ટમની નબળાઈ અને દેવાના વધતા બોજને કારણે લોકોનો ડિજિટલ ટ્રાન્ઝેક્શન તેમજ કરન્સી પરથી વિશ્વાસ ઊઠી શકે છે, જેનાથી બજારમાં ભારે ઉથલપાથલ મચશે.

4. કુદરતનો કહેર અને સપ્લાય ચેઈનનું સંકટ: હવામાન પરિવર્તન, વિનાશકારી ભૂકંપ અને બીજી કુદરતી આફતોને કારણે ગ્લોબલ સપ્લાય ચેઈન (Global Supply Chain) ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે. આનાથી રોજિંદા વપરાશની વસ્તુઓના ભાવમાં આગ લાગી શકે છે અને મોંઘવારી એક મોટા સંકટ તરીકે ઉભરી આવશે.

5. સોનાના ભાવમાં આવી શકે છે 'ઐતિહાસિક ઉછાળો': બજારમાં અસ્થિરતાને કારણે દુનિયાભરની સેન્ટ્રલ બેંકો સોનાની ખરીદી વધારી દેશે. આનાથી ગોલ્ડના ભાવ તેના અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી શકે છે. રોકાણકારો શેરબજારને બદલે ધાતુઓમાં નાણાં રોકવાનું વધુ સુરક્ષિત સમજશે.