હવે સરકાર કરશે દેશના વડીલોની ચિંતા, આયુષ્માન યોજનાને લઈ સરકારે લીધો આ મોટો નિર્ણય, જાણો A ટુ Z વિગત

લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને સરકાર દ્વારા અનેક એવા પગલાં લેવામાં આવ્યા છે. ત્યારે સરકાર દ્વારા વધુ એક ખુશખબરી આપી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 18મી લોકસભાને સંબોધિત કરતા દેશના વડીલોને મોટા સમાચાર આપ્યા છે. તેમણે કહ્યું કે આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષની વય વટાવી ચૂકેલા તમામ વૃદ્ધોની સારવાર કરવામાં આવશે.

| Updated on: Jun 27, 2024 | 4:26 PM
4 / 5
બીજેપી મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું છે કે, 'અમે વૃદ્ધોને આવરી લેવા અને તેમને મફત અને સારી ગુણવત્તાની આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે આયુષ્માન ભારત યોજનાનો વિસ્તાર કરીશું.' નાણાકીય વર્ષ 2019 ના બજેટ દરમિયાન તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલી દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી હતી. તેને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પણ કહેવામાં આવે છે, જે હેઠળ હાલમાં 5 લાખ રૂપિયાનું કવર ઉપલબ્ધ છે.

5 / 5
આ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ  'MY Bharat' નો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભાગીદારી વધારવા માટે સરકારે 'મેરા યુવા ભારત- MY Bharat' અભિયાન શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 1.5 કરોડથી વધુ યુવાનોએ તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સાથે જ કહ્યું કે સરકાર ડિજિટલ યુનિવર્સિટી બનાવવાની દિશામાં પણ કામ કરી રહી છે.