17 દિવસ અવકાશમાં રહ્યા બાદ 23 કલાકની મુસાફરી કરીને, શુભાંશુ શુક્લા આજે બપોરે 3 કલાકે સમુદ્રમાં સ્પેલૈશડાઉન કરશે

ભારતના અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આજે Axiom-4 મિશન દ્વારા ત્રણ અન્ય અવકાશયાત્રીઓ સાથે અવકાશમાં ઉડાન ભર્યું છે. અવકાશયાત્રી શુભાંશુ શુક્લાના અવકાશ મિશન ઉપરાંત, લોકો તેમના પરિવાર વિશે જાણવા માટે ઉત્સુક છે. તો આજે આપણે શુભાંશુ શુક્લાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ

| Updated on: Jul 15, 2025 | 9:15 AM
4 / 13
1999ના કારગિલ યુદ્ધે શુક્લાને પ્રેરણા આપી. ત્યારબાદ તેમણે યુપીએસસી એનડીએ પરીક્ષા માટે અરજી કરી અને પરીક્ષા પાસ કરી. તેમણે સેનાની તાલીમ પૂર્ણ કરી અને 2005માં નેશનલ ડિફેન્સ એકેડેમીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં બેચલર ઓફ સાયન્સની ડિગ્રી મેળવી હતી.

5 / 13
ત્યારબાદ તેમણે બેંગ્લોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc)માંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં માસ્ટર ઓફ ટેકનોલોજીનો અભ્યાસ કર્યો, જેનાથી એરોસ્પેસ સાયન્સમાં તેમનો પાયો વધુ મજબૂત થયો.

6 / 13
શુક્લાને મોટી સફળતા મળી જ્યારે તેમની સતત મહેનતને કારણે, તેમને 2006માં ભારતીય વાયુસેના (IAF)માં નિયુક્ત કરવામાં આવ્યા. તેમની નિમણૂક પછી, શુક્લાએ ઝડપથી રેન્ક ઉપર આગળ વધ્યા અને સફળતાની સીડી ચઢી. પોતાની ક્ષમતાના બળ પર, તેમણે માર્ચ 2024 સુધીમાં ગ્રુપ કેપ્ટનનો હોદ્દો પ્રાપ્ત કર્યો.

7 / 13
શુભાંશુ શુક્લાને 2,000 કલાકથી વધુ ઉડાનનો અનુભવ છે. તેમણે Su-30 MKI, MiG-21, MiG-29, Jaguar, Hawk, Dornier 228 અને An-32 સહિત વિવિધ વિમાનો ચલાવ્યા છે.

8 / 13
વર્ષ 2024માં, શુભાંશુ શુક્લાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2026 માં નિર્ધારિત ભારતના પ્રથમ માનવ અવકાશ ઉડાન મિશન ગગનયાન માટે નામાંકિત ચાર અવકાશયાત્રીઓમાંથી એક તરીકે પસંદ કર્યા હતા. પીએમએ ગગનયાન માટે શુક્લાના નામની જાહેરાત કરી હતી.

9 / 13
શુંભાશું શુક્લાની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેમના લગ્ન ડૉ. કામના મિશ્રા સાથે થયા છે, જે એક ડોક્ટર છે, જે શુક્લાની ક્લાસમેન્ટ પણ હતી. આ દંપતિને એક પુત્ર છે.

10 / 13
શુંભાશું શુક્લાના પિતા, શંભુ દયાળ શુક્લા નિવૃત્ત સરકારી અધિકારી છે, જ્યારે તેમની માતા, આશા શુક્લા, ગૃહિણી છે.તેઓ ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાના છે, તેમની મોટી બહેન નિધિ, MBA છે, અને તેમની બીજી મોટી બહેન, સુચી મિશ્રા, શાળામાં શિક્ષિકા તરીકે કામ કરે છે.

11 / 13
આ મિશન ભારત માટે ખૂબ જ ખાસ છે, કારણ કે લાંબા સમય પછી કોઈ ભારતીય અવકાશમાં ગયો છે. શુભાંશુ 14 દિવસ સુધી ISS પર રહેશે અને માઇક્રોગ્રેવિટીમાં ઘણા વૈજ્ઞાનિક પ્રયોગો કરશે.

12 / 13
 આ અવકાશમાં Axiom-4 નું ચોથું પ્રાઈવેટ મિશન છે. આ નાસા અને સ્પેસએક્સનું સંયુક્ત મિશન છે. આ અવકાશ મિશનમાં 4 દેશોના 4 અવકાશયાત્રીઓ સામેલ છે. આ દેશો ભારત, અમેરિકા, પોલેન્ડ, હંગેરી છે જેમના અવકાશયાત્રીઓ આ મિશનમાં સામેલ છે.

13 / 13
નવરાશના સમયમાં, શુક્લા શારીરિક કસરત અને વિજ્ઞાન સંબંધિત પુસ્તકો વાંચવાનું પસંદ કરે છે.

Published On - 7:09 am, Thu, 26 June 25