સચિન-યુવરાજ અને ગાંગુલી જે કરી ગયા, એ જ લિસ્ટમાં હવે આવી ગયું ‘બાપુ’ નું નામ; વન-ડેમાં રચ્યો ‘મોટો ઇતિહાસ’

ઈંગ્લેન્ડ સામે રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં ભારતે 6 વિકેટથી શાનદાર જીત મેળવી છે. આ જીતની સાથે જ ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલે બોલિંગ અને બેટિંગ બંનેમાં કમાલનું પ્રદર્શન કરીને ઇતિહાસ રચી દીધો છે. તેણે મેચમાં 4 વિકેટ ઝડપવાની સાથે અણનમ અડધી સદી ફટકારી અને સચિન-યુવરાજ જેવા દિગ્ગજોની બરોબરી કરી છે.

| Updated on: Jul 15, 2026 | 5:11 PM
1 / 5
ઈંગ્લેન્ડ સામે ભારતે પ્રથમ વન-ડેમાં 6 વિકેટથી શાનદાર જીત મેળવી છે, જેમાં શુભમન ગિલે 80 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. વધુમાં, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરે અણનમ અર્ધશતકીય ઇનિંગ્સ રમી હતી. આ પહેલા અક્ષર પટેલે બોલિંગમાં પણ કમાલનું પ્રદર્શન કર્યું હતું અને સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી, જેના દમ પર ભારત ઇંગ્લેન્ડને 258 રનના સ્કોર પર રોકવામાં સફળ રહ્યું હતું.

2 / 5
આ મેચમાં ઓલરાઉન્ડર અક્ષર પટેલે કંઈક એવું કર્યું કે, જે આ પહેલા ભારતના માત્ર 5 જ ખેલાડીઓ કરી શક્યા હતા. એજબેસ્ટનમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુરનૂર બ્રારે બંને ઓપનર્સ બેન ડકેટ (43) અને જેકબ બેથેલ (14) ને આઉટ કર્યા હતા, જ્યારે હેરી બ્રુકને 1 રનના સ્કોર પર જસપ્રિત બુમરાહે બોલ્ડ કર્યો હતો.

3 / 5
લિયામ ડોસન સહિત ઇંગ્લેન્ડના 4 બેટ્સમેનોને અક્ષર પટેલે પોતાના શિકાર બનાવ્યા હતા. આ સિવાય બેટિંગમાં અર્ધશતક ફટકારીને અક્ષર પટેલે ઇતિહાસ રચ્યો અને સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, યુવરાજ સિંહ સાથે એક ખાસ ક્લબમાં જોડાઈ ગયો.

4 / 5
વાત એમ છે કે, એક વન-ડે મેચમાં 4 કે તેથી વધુ વિકેટ લેવા અને 50 થી વધુ રન બનાવનાર અક્ષર પટેલ ભારતના છઠ્ઠો ખેલાડી બની ગયો છે. આ પહેલા ક્રિસ શ્રીકાંત, સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, યુવરાજ સિંહ અને હાર્દિક પંડ્યા જ આવું કરી શક્યા છે.

5 / 5
ગાંગુલી અને પંડ્યાએ પોતાના વન-ડે કરિયરમાં 2-2 વખત આવું કર્યું હતું. હવે અક્ષર પટેલ પણ દિગ્ગજો સાથે આ યાદીમાં જોડાઈ ગયો છે. પ્રથમ વન-ડેમાં અક્ષર પટેલને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. અક્ષર પટેલ એક મેચમાં 4 કે તેથી વધુ વિકેટ અને 50 થી વધુ રન બનાવનાર ભારતનો સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે. આ પહેલા યુવરાજ સિંહ સૌથી મોટી ઉંમરના ખેલાડીમાંનો એક હતો.

Follow Us