વરસાદમાં બંધ થઈ ગઈ છે તમારી બાઈક કે કાર ? તો તરત કરો આ કામ, નહીં તો ભોગવવું પડી શકે છે મોટું નુકસાન

વરસાદની સિઝન (Rainy season)માં ક્યારેક તમારું વાહન ખાડામાં કે ખરાબ રસ્તાઓ પર ભરાયેલા પાણી વચ્ચે બંધ પડી જાય છે. આવી સ્થિતિમાં એક નાની ભૂલ પણ બાઈક (Bike) કે કાર (Car)ને મોટુ નુકસાન પહોંચાડી શકે છે અને જો તમારી સાથે પણ આવું થાય તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. આજે જાણો એ મહત્વપૂર્ણ વાતો તમને એવી વાતો જણાવીશ જે તમને આવી પરિસ્થિતિમાં ખુબ જ મદદ કરશે.

| Updated on: Jun 02, 2025 | 1:42 PM
4 / 8
બાઈકની અંદરથી પાણી કરો સાફ : જો તમને લાગે છે કે તમારી બાઈકની અંદર પાણી જતું રહ્યું છે તો તેને નીકાળવાનો પ્રયત્ન કરો. જેના માટે બાઈકને બંને તરફ નમાવી પાણી કાઢવાનો પ્રયત્ન કરો. જો કે વધુ સીસીવાળી બાઈક્સ વજનમાં ભારે હોય છે આ પ્રક્રીયા થોડી મુશ્કેલ બની જાય છે. જેથી કંપની તરફથી મળેલા ટૂલનો ઉપયોગ કરી બાઈકના પેનલ કવરને જાતે ખોલી શકો છો, જોકે આ ત્યારે જ કરો, જ્યારે તમને તેની પૂરી જાણકારી હોય.

5 / 8
સર્વિસ સેન્ટરની મુલાકાત લો : જો તમને લાગે છે કે તમારી બાઈકની અંદર પાણી જતું રહ્યું છે તો સૌથી સારો રસ્તો એ છે કે તેને કોઈ સર્વિસ સેન્ટર કે મિકેનીક પાસે લઈ જાવ. જૂના વાહનોમાં હજૂ પણ કાર્બોરેટરનો ઉપયોગ થાય છે જેથી વાહનને બચાવી શકાય છે. પરંતુ ફ્યૂલ-ઈન્જેક્ટેડ મોટરસાઈકલમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે.  નવી હાઈટેક બાઈક્સમાં વરસાદનું પાણી ઈસીયુ અને ઈલેક્ટ્રીક પાર્ટ્સને જલ્દી નુકસાન પહોંચાડે છે.

6 / 8
પાણીમાં ગાડી કેમ બંધ પડે છે? : જ્યારે પણ વરસાદી પાણી ભરેલા વિસ્તારમાંથી ગાડી કાઢવામાં આવે છે, ત્યારે એર ફિલ્ટર (Air filter)માં પાણી જવાથી ગાડી બંધ થઇ જતી હોય છે. ત્યારે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણીમાં જયારે ગાડી કાઢતા હોય ત્યારે કાર ઓટોમેટિક હોય કે મેન્યુઅલ પહેલા કાર ધીમે કરવી. જો કાર મેન્યુઅલ હોય તો પહેલા ગિયરમાં ધીરે ધીરે કારને પાણીમાંથી કાઢવી જોઈએ. બને ત્યાં સુધી ક્લચનો ઉપયોગ ન કરવો અને એક્સેલેટરથી કંટ્રોલ કરવો જોઈએ.

7 / 8
જો ગાડી બંધ પડી જાય તો શું કરવું? : જ્યારે પણ પાણીમાં કાર બંધ પડે તો ચાલુ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. કાર ટો દ્વારા અથવા અન્ય રીતે વર્કશોપમાં લઈ જવી અને ત્યાં તેમને રીપેર કરાવવી જોઈએ. જો ચાલુ કાર પાણીમાં બંધ પડી જાય તો તેને સેલ ક્યારેય મારવો નહીં. જયારે પણ સેલ મારવામાં આવે છે ત્યારે કારનું સકશન પાણીને ખેંચી લે છે અને કારના એન્જિન સુધી પાણી પહોંચતા કારને નુકશાન કરે છે.

8 / 8
ચોમાસામાં આટલી સાવચેતી જરૂરી : ચોમાસાની શરૂઆત થતાં જ કાર ચૅક-અપ (Car check-up) કરાવી લેવું, જેથી કરીને બેટરી અને બીજા નાનામોટા પ્રોબ્લેમને ટાળી શકાય. બને ત્યાં સુધી જ્યાં પાણી ભરાયેલું હોય તે વિસ્તારમાં કાર ના લઈ જવી જોઈએ. બસ આટલી સાવચેતી રાખશો તો નહીં કરવો પડે કોઈ મુશ્કેલીનો સામનો.