AC Tips : શું તમે આવતા વર્ષે પણ AC વાપરવા માંગો છો? પછી શિયાળા માટે બંધ કરતા પહેલા આ વસ્તુઓ કરો

|

Nov 03, 2024 | 7:45 AM

Air Conditioner tips and tricks : ડ્રેનની પાઈપમાં કોઈપણ પ્રકારનો અવરોધ ન રહે તેનું ધ્યાન રાખવું. જો પાઇપમાં ગંદકી હોય તો તેને સાફ કરવી જોઈએ. જેથી પાણી સરળતાથી નીકળી શકે.

1 / 7
Air Conditioner : જો તમે શિયાળા માટે તમારું એર કંડિશનર બંધ કરી રહ્યાં હોવ અને આવતા વર્ષે તેનો ફરીથી ઉપયોગ કરવા માંગતા હોવ તો તેને સુરક્ષિત રાખવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેવા જરૂરી છે. આ તમારા AC નું આયુષ્ય વધારી શકે છે અને ઊર્જા કાર્યક્ષમતા પણ જાળવી શકે છે. અહીં થોડી ટિપ્સ આપેલી છે.

2 / 7
ડિપ ક્લિનિંગ કરો : એર કન્ડીશનરને બંધ કરતા પહેલા તેને ડિપ ક્લિનિંગ કરો. ફિલ્ટર, કૂલિંગ કોઇલ અને કન્ડેન્સર કોઇલમાંથી ધૂળ અને ગંદકી સાફ કરો. તમે આ કામ જાતે કરી શકો છો અથવા પ્રોસફેશનલ સર્વિસની મદદ લઈ શકો છો.

3 / 7
એર ફિલ્ટર સાફ કરો : એર ફિલ્ટરને બહાર કાઢો, તેને સારી રીતે ધોઈ લો અને તેને સંપૂર્ણપણે સૂકવી દો. ગંદા ફિલ્ટર એરફ્લોને અસર કરે છે અને એર કંડિશનરની કાર્યક્ષમતા ઘટાડે છે.

4 / 7
કન્ડેન્સર યુનિટની સફાઈ : જો તમારું AC આઉટડોર યુનિટ સાથે આવે છે, તો તેને સાફ કરવું પણ જરૂરી છે. કન્ડેન્સરમાંથી ધૂળ અને પાંદડા દૂર કરો.

5 / 7
ડ્રેઇન પાઇપ ચેક કરો : ડ્રેન પાઈપમાં કોઈપણ પ્રકારનો અવરોધ ન રહે તેનું ધ્યાન રાખવું. જો પાઇપમાં ગંદકી હોય તો તેને સાફ કરો જેથી પાણી સરળતાથી નીકળી શકે.

6 / 7
એસી ઢાંકીને રાખો : એર કન્ડીશનરને બંધ કર્યા પછી તેને ઢાંકી દો. જેથી ધૂળ અને ભેજ અંદર પ્રવેશી ન શકે. આ માટે માર્કેટમાં એસી કવર પણ ઉપલબ્ધ છે જેનો તમે ઉપયોગ કરી શકો છો.

7 / 7
પાવર સપ્લાય બંધ કરો : લાંબા સમય સુધી ઉપયોગમાં ન આવતા ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો પાવર સપ્લાય બંધ કરવો જોઈએ. AC નો પાવર સપ્લાય બંધ કરવાથી ઊર્જા બચે છે અને અનિચ્છનીય વિદ્યુત સમસ્યાઓથી પણ બચે છે.

Next Photo Gallery